
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ભૂતબેડા ગામે પાણીના પ્રવાહમાં તણાઈ ગયેલા વ્યક્તિના વારસદારને ધારાસભ્યના હસ્તે માનવ મૃત્યુ સહાય ચૂકવાઇ;
માનવ મૃત્યુ સહાય અંતર્ગત રૂ.4,00,000/- લાખ નાં ચેક નું વિતરણ કરાયું;
દેડિયાપાડા તાલુકાના ભૂતબેડા ગામે આવેલ મોહન નદીના પ્રવાહમાં સ્વ.સોમાભાઈ નવજીભાઈ વસાવા મુ.ભૂતબેડા તા.દેડીયાપાડા, જી.નર્મદા નું તા.19,ઓગસ્ટ, 2022 નાં રોજ મોજે નવાગામતુંડી, તા.ઉમરપાડા, જી.સુરત ખાતે મૃત હાલતમાં મળી આવેલ હતા. મરણ જનાર વ્યક્તિના વારસદાર શારદાબેન સોમાભાઈ વસાવા ને માનવ મૃત્યુ સહાય અંતર્ગત રૂ.4,00,000/- નાં ચેકનું ડેડીયાપાડા ના ધારાસભ્ય મહેશભાઈ વસાવા ના હસ્તે વિતરણ કરવામાં આવ્યુ હતુ.
આ પ્રસંગે નર્મદા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન શ્રીમતી શાંતાબેન વસાવા, ડેડીયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી તારાબેન રાઠોડ, BTP નર્મદા જિલ્લા પ્રમુખ બહાદુરભાઈ વસાવા, સામાજિક કાર્યકર પ્રતાપભાઈ વસાવા, સરપંચશ્રી તેમજ ગામના આગેવાનો, વડીલો ઉપસ્થિત રહ્યા હતા.