મારું ગામ મારાં ન્યુઝ

માંગરોળ તાલુકાની સૌથી જૂની અને મોટી એવી આદર્શ કેળવણી મંડળના પ્રમુખપદે રાકેશસિંહ સોલંકીની બિનહરીફ વરણી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,માંગરોળ કરૂણેશ ચૌધરી

સુરત જીલ્લાની શૈક્ષણિક સંસ્થાઓમા એકથી ત્રણ ક્રમાંકમાં જેનું આગવું સ્થાન છે એવી માંગરોળ તાલુકાની “આદર્શ કેળવણી મંડળ, કોસંબા”ની વાર્ષિક સાધારણ સભા આજે તારીખ ૯ મી ઓક્ટોબરના રોજ યોજાઈ , આ સંસ્થાના નેજા હેઠળ (૧) ગંગાબેન વિઠ્ઠલભાઈ પટેલ પૂણ્ય સ્મૃતિ બાળ મંદિર, (૨) એમ.એમ.કરોડિયા પ્રાથમિક શાળા, (૩) શ્રી વી.એસ.પટેલ હાઇસ્કુલ, (૪) જમનાબેન મણીલાલ મોદી અને તાપી ગૌરીશંકર ભટ્ટ અને વિધાબેન જગનભાઇ પટેલ કન્યા વિભાગ, (૫) અશોક જી. પિરામલ ઉચ્ચતર માધ્યમિક વિભાગ, (૬) સાયંન્સ એન્ડ કોમર્સ કોલેજ કાર્યરત છે. આ સંસ્થાની વાર્ષિક સાધારણ સભા યોજાઇ હતી, જેમાં આદર્શ કેળવણી મંડળની વ્યવસ્થાપક કમિટિના પ્રમુખપદે તક્ષશિલા ઇન્ટરનેશનલ સ્કૂલના સેક્રેટરી અને સુરત જીલ્લા ભારતીય જનતા પાર્ટીના મંત્રી રાકેશસિંહ સોલંકીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી, જેવો “સંસ્કાર ભર્યુ વાતાવરણ, ગુણવત્તા ભર્યુ શિક્ષણ, નમ્ર અને વિવેકી વર્તન, એક ઉત્તમ નાગરિકનુ ઘડતર કરે છે” આવા ઉચ્ચ વિચારો ધરાવે છે, સંસ્થાના માનદમંત્રી તરીકે કાર્યકરોને સાથે લઇને ચાલનાર, અશક્ય કાર્યને શક્ય બનાવવાની જેમનામા કુશળતા છે તેવા તરસાડી નગર ભાજપ સંગથનના પ્રમુખ દેવેન્દ્રસિહ ચૌહાણ, ઉપપ્રમુખ તરીકે તરસાડી નગરના પટેલ સમાજના ગૌરવશાળી વડીલ આગેવાન મહેશભાઇ સી. પટેલ, સહમંત્રીપદે તરસાડી નગરપાલિકાના કુશળ કારોબારી ચેરમેન જયદિપભાઇ નાયકની સર્વાનુમતે વરણી કરવામાં હતી, તથા સભ્યપદે અશોકભાઇ તિવારી, પ્રફુલભાઈ પટેલ, વિનોદચંન્દ્ર દેસાઇ, ડો. નિરવભાઇ પટેલ, મેહુલભાઇ શાહ, ડો.કર્મવિરસિંહ ડોડીયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી, જે સ્કૂલમાં બાળપણથી લઇને યુવાન અવસ્થા સુધી અભ્યાસ કરીને સુસંસ્કાર પ્રાપ્ત કર્યા, તે સ્કૂલ અને સંસ્થાના વ્યવસ્થાપક તરીકે સેવા આપીને સંસ્થાનુ રુણ ઉતારવાની જે તક મળી છે, તેમાં સાર્થક થઇને “આદર્શ કેળવણી મંડળ” નું નામ સ્કૂલની સુશિક્ષિત, કુશળ શિક્ષણનીતી અને વિદ્યાર્થીઓના સારા ભણતરના પરિણામ દ્વારા સમગ્ર સુરત જીલ્લામાં નહી પણ સમગ્ર ગુજરાત અને દેશમાં ગુંજે એવા સંકલ્પ સાથે મંડળની નવી કમીટીએ આજથી શુભારંભ કર્યો છે, ત્યારે આ નવી ટીમ આ સંસ્થા વધુ પ્રગતિ કરે એવી શુભેચ્છા સાથે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है