મારું ગામ મારાં ન્યુઝ

માંગરોળનાં વાંકલ, પાતલદેવી સહિત ૨૫ ગામોમાં પરમગુરૂ ભગવાન કરુણાસાગરનાં અંર્તધ્યાન દિવસની ઉજવણી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,માંગરોળ કરૂણેશ ચૌધરી

માંગરોળ તાલુકાના વાંકલ પાતલદેવી સહિત ૨૫ થી વધુ ગામોમાં જ્ઞાન સંપ્રદાય દ્વારા ઠેરઠેર ભક્તિભાવ સાથે પરમગુરૂ ભગવાન કરુણાસાગરના અંતરર્ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી,સવંત ૧૮૨૮મા મહાસુદ બીજના દિવસે પરમગુરૂ ભગવાન કરુણાસાગર પ્રગટ થયા હતા, તેમજ સવંત ૧૯૩૪માં ભાદરવા વદ તેરસ દિવસે પરમગુરૂ ભગવાન કરુણાસાગર અંતરર્ધ્યાન થયા હતા, તેમણે કેવલ વેતાના લક્ષનો પ્રચાર-પ્રસાર તેમજ સમગ્ર માનવ જાતને સાચા લક્ષની સમજ આપી હતી,જ્ઞાન સંપ્રદાય દ્વારા પ્રતિવર્ષ ભગવાન કરુણાસાગરના પ્રાગટ્ય દિન મહાસુદ બીજ અને ભાદરવા વદ તેરસ અંતરર્ધ્યાન દિનની ઉજવણી ભક્તિભાવ સાથે કરવામાં આવે છે, વાંકલ ખાતે આવેલ પરમહંસ સુખાનંદજી મહારાજ ટ્રસ્ટ સંચાલિત ભગવાન કરુણાસાગર મંદિર ખાતે જ્ઞાન સંપ્રદાયના અનુયાયીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભક્તિભાવ સાથે ઉજવણી અંતરધ્યાન દિવસની કરી હતી, પાતલદેવી ગામે આવેલ પરમગુરૂ ભગવાન કરુણાસાગર મંદિર ખાતે ભકતરાજ શામજીભાઇ ચૌધરીના નેતૃત્વ હેઠળ અંતરર્ધ્યાન દિવસની ઉજવણી ભક્તિભાવ સાથે ભક્તોએ કરી હતી, સતત 12 દિવસ જ્ઞાન સંપ્રદાય દ્વારા ભજન-કીર્તનના કાર્યક્રમો થયા બાદ આજે તેરસ નિમિત્તે સત્સંગ ભજન મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો પણ યોજાયા હતા અને સમગ્ર ગામમાં ભક્તિમય માહોલનું સર્જન થયું હતું, એજ પ્રમાણે વાંકલ વિભાગના ૨૫ થી વધુ ગામોમાં ઠેરઠેર ભગવાન કરુણાસાગરના અંતરર્ધ્યાન દિવસની ઉજવણી જ્ઞાન સંપ્રદાય દ્વારા કરવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है