શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, સુરત નલિનકુમાર
માંગરોળનાં વાંકલ ગામે બે દિવસ સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય:
સુરત જિલ્લામાં વધતા જતાં સંક્ર્મણ ને ધ્યાનમાં લઈને હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ લોકો સ્વૈચ્છિક લોક ડાઉન કરી રહ્યાં છે, માંગરોળમાં તાલુકાના અનેક ગામોમાં કોરોના બેકાબૂ બન્યો છે સતત કેસો વધી રહ્યા છે ત્યારે કોરોનાનાં સંક્રમણને અટકાવવા વાંકલ ગામના વેપારીઓ અને આગેવાનો દ્વારા યોજાયેલી બેઠકમાં સોમવાર અને મંગળવાર એટલે કે 12 અને 13 એપ્રિલના રોજ બજાર સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.સવારે 7 થી 9 સુધી ફક્ત દૂધના વેચાણ માટે અને મેડિકલ ખુલ્લા રાખવા માટે સૂચના અપાઇ હતી.
આજની આ બેઠકમાં ડૉ.યુવરાજસિંહ સોનારીયા, તાલુકા પંચાયતના સભ્યો, વાંકલ ગામનાં સરપંચશ્રી ભરતભાઈ વસાવા, ડૉ.સુનીલ ચૌધરી, ડૉ.કિશોર પટેલ, શૈલેષભાઈ મૈસુરીયા, મયુરભાઈ મોદી સહિત માંગરોળ પોલીસ સ્ટેશનના પીએસઆઈ પરેશકુમાર નાયી ઉપસ્થિત રહ્યા હતાં.