મારું ગામ મારાં ન્યુઝ

મહિલાઓ આત્મનિર્ભર, સ્વાવલંબી બને તેવા આશયથી, માંગરોળ તાલુકા ખાતેથી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો પ્રારંભ કરાવતા વનમંત્રી ગણપતસિંહ વસાવા:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,માંગરોળ કરૂણેશ ચૌધરી

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૦માં જન્મદિન નિમિત્તે આત્મનિર્ભર ભારત હેઠળ મહિલાઓ સ્વાવલંબી બની સ્વ-રોજગારી અને આજીવિકા મેળવતી થાય તેવા આશયથી વન, આદિજાતિમંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના હસ્તે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો, માંગરોળ તાલુકા પંચાયત કચેરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મંત્રીશ્રી વસાવાએ જણાવ્યું હતું કે, મહિલાઓના કલ્યાણને વરેલી રાજય સરકાર દ્વારા મહિલાઓ આર્થિક રીતે પગભર બનીને આત્મનિર્ભર બને તેવા આશયથી રાજયની એક લાખ સખીમંડળની મહિલાઓને વગર વ્યાજે એક હજાર કરોડનું ધિરાણ એનાયત કરવામાં આવશે, જેમાં સક્રીય સખીમંડળને એક લાખ સુધીની લોન સહાય વિના વ્યાજે આપવામાં આવશે જેનું વ્યાજ રાજય સરકાર ભોગવશે, સખીમંડળોની કામગીરીને બિરદાવતા મંત્રીશ્રીએ કહ્યું કે, લોકડાઉન દરમિયાન સખીમંડળોએ ૭૦ લાખના માસ્ક બનાવીને પાંચ કરોડ જેટલી આવક મેળવી છે. આ અવસરે મંત્રીશ્રીના હસ્તે મિશન મંગલમ હેઠળના સખીમંડળોને લોન સહાયના મંજુરીપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજયકક્ષાએ મહિલા ઉત્કર્ષ યોજનાઓનો વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાજયવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં દિપકભાઈ વસાવા, તાલુકા પંચાયતના પ્રમુખ જગદીશભાઈ ગામીત, મિનાક્ષીબેન મહિડા, TDO ડી વી પટેલ, રાકેશભાઈ સોલંકી, ઉમેદભાઈ ચૌધરી,તેમજ સખીમંડળની મહિલાઓએ હાજર રહી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है