મારું ગામ મારાં ન્યુઝ

પ્રોહીબીશનના ગુનામાં વોન્ટેડ આરોપીને નસારપુરથી ઝડપી પાડતી SOG પોલીસ!

પાંચ મહિનાથી નાસતો ફરતો, ભરૂચ જિલ્લાના નેત્રંગ પોલીસ સ્ટેશનમાં તા.૧૯/૦૨/૨૦૨૦ના રોજ પ્રોહીબીશન ગુનામાં વોન્ટેડ હીતેશભાઈ ચૌધરીની ધરપકડ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ઉમરપાડા 

સુરત જીલ્લાના ઉમરપાડા તાલુકાનાં નસારપુર સ્ટેશન ફળીયાના હીતેશભાઈ મંગળભાઈ ચૌધરીને ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના નેત્રંગ પોલીસ સ્ટેશનમાં તા. ૧૯/૦૨/૨૦૨૦ ના રોજ પ્રોહીબીશનના ગુનામાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતાં.
મળતી માહિતી હકીકત એવી છે કે ઈન્દુભાઈ બાદરભાઈ વસાવા રહે કાટીપાડા તા.નેત્રંગ જી.ભરૂચ નાઓને ૪૫,૬૦૦/- રૂ. ના મુદ્દામાલ સાથે તા.૧૯/૦૨/૨૦૨૦ ના રોજ નેત્રંગ પોલીસે ઝડપી પાડ્યો હતો. પુછપરછ કરતા જણાવેલ કે નસારપુર સ્ટેશન ફળીયાના હીતેશભાઈ મંગળભાઈ ચૌધરી નાઓના ત્યાંથી લાવ્યો છું જેથી હીતેશભાઈ ના વિરુદ્ધ માં નેત્રંગ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ના ગુનામાં તા.૧૯/૦૨/૨૦૨૦ નારોજ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો . જે બાબતે હીતેશભાઈને જાણ થઈ જતાં પાંચએક મહિનાથી નાસતો ફરતો હતો.
તા.૧૪/૦૭/૨૦૨૦ ના રોજ પોલીસ મહાનિરીક્ષકશ્રી સુરત વિભાગના ડૉ. એસ.પી.રાજકુમાર સાહેબશ્રી નાઓની રાહબરી હેઠળ સુરત ગ્રામ્ય જીલ્લા વિસ્તારમાં શરીર સંબંધી તથા મિલકત સંબંધી અનડીફેકટ ગુનાઓ બનવા પામેલ હોય જેને ગંભીરતાથી લઈ પોલીસ અધીક્ષકશ્રી એ.એમ.મુનિયા સાહેબનાઓએ બનેલ ગુનાઓ શોધી કાઢવા તથા હાલમાં ચાલી રહેલ નાસતા ફરતા આરોપીઓ ઝડપી પાડવા SOG શાખાના ઈન ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર બી.કે.ખાચર શ્રી નાઓને ચોક્કસ દિશામાં તપાસ કરવા સુચના મળી હોવાથી તે દીશામાં વર્કઆઉટ કરવામાં આવતા ખાનગી બાતમીદારો થકી ચોક્કસ બાતમી મળેલ કે નેત્રંગ પોલીસ સ્ટેશનના વોન્ટેડ આરોપી હીતેશભાઈ નસારપુર પોતાના ઘરે હાજર છે જેથી SOG શાખાના પોલીસ સ્ટાફ તેમજ બે પંચો સાથે તપાસ કરતા ઘરે હાજર મળી આવ્યો હતો. આ વોન્ટેડ આરોપી હીતેશભાઈ ચૌધરી ઉ.વ. ૩૭ નાઓને તા. ૧૪/૦૭/૨૦૨૦ ના રોજ સાંજે ૬:૩૦ વાગ્યે નસારપુર ગામેથી પકડી આગળ ની કાર્યવાહી માટે ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે. તેમજ નેત્રંગ પોલીસ સ્ટેશનમાં જાણ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है