મારું ગામ મારાં ન્યુઝ

પ્રાથમિક શાળા ગાજરગોટા ખાતે નવરાત્રી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી :

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ,  ડેડીયાપાડા દિનેશ વસાવા 

પ્રાથમિક શાળા ગાજરગોટા ખાતે નવરાત્રી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી;

નર્મદા જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળા ગાજરગોટા માં રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં પ્રાથમિક શાળાના આચાર્યશ્રી શૈલેષભાઈ એસ. ચૌધરી, ઉપ આચાર્ય. શ્રીમતી મધુબેન રમેશભાઈ વસાવા, સરકારી માધ્યમિક શાળાના આચાર્ય શ્રીમતી મીનાબેન વસાવા અને પ્રાથમિક શાળાનો સ્ટાફ તથા સરકારી માધ્યમિક શાળા નો સ્ટાફ હાજર રહી વિદ્યાર્થીઓને નવરાત્રી ની ઉજવણી ના પર્વમાં ઉત્સાહમાં અનેરો વધારો કર્યો હતો.


આરાધ્ય શક્તિ અંબેમાના આ પાવન પર્વ એટલે નવલા નોરતાની ઉજવણી આખા ભારત વર્ષમાં રંગે ચંગે ઉજવાઈ  થઇ રહી છે ત્યારે આ નવલા નોરતાને ઉજાગર કરવા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને સરકારી માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ આ નવલા નોરતાની ઝાંખી થાય અને વિદ્યાર્થીઓના જીવનમાં માં અંબે ની ભક્તિ એમના જીવનમાં પ્રગટે એવા હેતુસર આ નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है