મારું ગામ મારાં ન્યુઝ

પારિવારિક ઝઘડામાં સુખદ સમાધાન કરાવતી 181 મહિલા અભ્યમ્ ટીમ ડાંગ: 

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા 

પારિવારિક ઝઘડામાં સુખદ સમાધાન કરાવતી 181 મહિલા અભ્યમ્ ટીમ ડાંગ: 

ગતરોજ એક મહિલાએ અભ્યમ્  181 મહિલા હેલ્પ લાઇન માં કોલ કરી જણાવેલ કે તેમનો સસરો અવારનવાર તેમની સાથે ઝઘડો કરે છે, જેથી 181 mahila helpline જાણ કરતા આવા પોલીસ સ્ટેશન થી અભયમ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક પહોંચી પારિવારિક ઝઘડામાં સુખદ સમાધાન કરવામાં સફળતા મળી રહી હતી.

ગત રોજ પીડિત મહિલાએ 181 માં કોલ કરીને જણાવેલ છે કે તેમના સસરા હેરાન કરે છે, 181 ટીમ સ્થળ પર જઈને પીડિત મહિલાને પૂછપરછ કરતા જણાવેલ છે કે તેમના સસરા નું એક્સ્ટ્રા મેરિટલ અફેર છે જેથી તેઓ તેમના ઘરે સાસુ અને પુત્ર અને તેમને રોજ દિવસ અપશબ્દો બોલી ઘરમાંથી કાઢી મુકવાની ધમકી આપે છે, અને ઘરમાં ખેતીનું કામ માં પણ મદદ ન કરતા અને તેમના ખેતરમાંથી શેરડીના પાકનું વેચાણ થતા 50000 રૂપિયા આપેલ છે, અને તેઓ ઘર ખર્ચ માટે પૈસા માગે તો ના આપતા અને ઝઘડો કરતા તેમજ અપશબ્દો બોલી ઘરમાંથી કાઢી મુકવાની ધમકી આપે છે, 181 દ્વારા તે પીડિત મહિલાનુ કાઉન્સલીંગ કર્યું ત્યારબાદ તેઓને સમજાવેલ અને આ બાબતે સમજાવટ થી સમાધાન કરેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है