મારું ગામ મારાં ન્યુઝ

નવસારી જિલ્લા પોલીસ અને મહિલા સુરક્ષા સમિતિ દ્વારા મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત 

નવસારી જિલ્લા પોલીસ અને મહિલા સુરક્ષા સમિતિ દ્વારા મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી કરાઈ:

મહિલા સશક્તિકરણ ની ઉજવણી વાંસદા તાલુકા ના વાંસિયા તળાવ ગામ દંડકવન સદાફલ આશ્રમ ખાતે યોજયો;

મહિલા સશક્તિકરણ ક્ષેત્રે ટેકનોલોજી થકી અગ્રેસર સુસજ્જ થયું ગુજરાત;

વાંસદા:  દર વર્ષ મહિલા સશક્તિકરણ ની ઉજવણી થાય છે અને મહિલા સુરક્ષા ને લઈ જાગરૂકતા લાવવી મહિલા પર અત્યારચારને રોકવા અને નાબુદ કરવા માટે સરકારશ્રી ની ગાઈડ લાઈન મુજબનું પોલિસ તંત્ર અને મહિલા સુરક્ષા સમિતિ દ્વારા આવા કાર્યક્રમ હાલ પંદર દિવસ સુધી યોજાઈ રહયા છે. જેમાં મહિલા સાથે થઈ રહેલા અન્યાય અને અત્યાર વિશે સમગ્ર કાયદા તથાં કલમોની,માનવ વેપાર ને લગતા ફોજદારી કાયદાઓ તમામ પ્રકારની માહીતી કાયદાકીય આપી અને પોતે એક નારી છે અને “નારી તું નારાયણી” નું રુપ હોવાથી જન્મ થી મરણ સુધીના કાયદા, બચાવના પગલાં, સંકટ સમયમાં કઈ રીતે કરવું તેનું પુરેપુરુ માર્ગદર્શન સુરક્ષા સેતુ સોસાયટી કાર્યક્રમ માં જણાવાયું હતું.

મહિલા સશક્તિકરણ ની ઉજવણી વાંસદા તાલુકાના વાંસિયા તળાવ ગામે કાર્યક્રમ માં ગુજરાત મહિલા મોરચા ના અધ્યક્ષ શીતલબેન સોની, નવસારી જિલ્લાના પોલીસ અધિક્ષક, આંતરરાષ્ટ્રીય સંઘ ન્યાસના રામવૃક્ષ મહારાજ, રૂપલબેન એડવોકેટ, ચિરાગભાઈ એડવોકેટ, વાંસદા તાલુકાના મહીલા સુરક્ષા સમિતિના અધ્યક્ષ બીનાબેન પુરોહિત, મહિલા મોરચા પ્રમુખ અને ઉપ પ્રમુખ, વાંસદા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. વસાવા સાહેબ, મહિલા કોન્સ્ટેબલ જિગીશાબેન તથાં નવસારી જિલ્લાના તમામ તાલુકાની મહિલાઓ ઘણી મોટી સંખ્યામાં  જિલ્લાના ભાજપ અગ્રણીઓ હાજર રહ્યા હતા, અને સરકારશ્રી ની ગાઈડલાઈન મુજબનું સોશિયલ ડિસ્ટન્સ રાખી કાર્યક્રમ સફળ યોજાયો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है