મારું ગામ મારાં ન્યુઝ

નર્મદાનાં સાગબારા તાલુકાનાં આંતરિયાળ વિસ્તારોમાં સહાય કીટ વિતરણ!

ગ્રેસ ફેલોશિપ ટ્રસ્ટ વાલિયા દ્વારા સમાજ સેવાનો અવિરત પ્રવાહ સાગબારા તાલુકાનાં અનેક ગામોમાં:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

સમગ્ર વિશ્વમાં કોરોનાં વાયરસની જે મહામારી ઉભી થવા પામી છે, જેને લઈ અનેક કામધંધા, મજુરી કામો, દરેક  કામો ઠપ્પ થઈ ગયા તેવાં સંજોગોમાં સામાન્ય માનવીએ જીવન વિતાવવું ઘણું મુશ્કેલ થઇ પડ્યું છે  સાગબારાના અંતરિયાળ વિસ્તારમાં થી મજુરી અને કામ અર્થે લોકો શહેર તરફ પ્રયાણ કરતાં હોય છે, પરંતુ હાલ કોઈજ વિકલ્પ ન બચતાં લોકોને જીવન જીવવા ઘણી હાડમારી વેઠવી પડે છે,  તેવાં સંજોગોમાં અનેક સંસ્થાઓ અને સંઘઠનો લોકોને વાહરે પોહોચ્યાં છે, ત્યારે નર્મદા જીલ્લામાં આવેલ સાગબારા તાલુકાનાં ગામોમાં ભરૂચ જીલ્લાનાં વાલિયા થી ગ્રેસ ફેલોશિપ ટ્રસ્ટનાં  પ્રમુખ શ્રી. ડૉ. સંદીપભાઈ રજવાડી, તથા ટ્રસ્ટીઓ સાથે ગ્રામીણ ટુડે ન્યુઝનાં  નર્મદા જીલ્લા બ્યુરો  સર્જનકુમાર સાથે અનેક લોકોને સહાય કીટનું કરવામાં આવ્યું વિતરણ. ગત કોવીડ-૧૯ લોક ડાઉન સમયમાં લોક સેવાના ભાગરૂપ ભોજન અને સહાય કીટોનું વિતરણ કરાયું હતું.

 

ગ્રેસ ફેલોશિપ ટ્રસ્ટ વાલિયા દ્વારા સમાજ સેવાનો અવિરત પ્રવાહ સાગબારા તાલુકાનાં અનેક ગામોમાં આજ દિન સુધી યથાવત:

આજ રોજ સાગબારા તાલુકાના અંતિયાળ ગામડા જેમકે કાકરી મોવ, ટાવલી ફળિયા, ચોપડવાવ, અમીયાર ગામમાં ગ્રેસ ફેલોશિપ ટ્રસ્ટ,વાલિયાના પ્રમુખ શ્રી. ડૉ. સંદીપ ભાઈ રજવાડી, તથા ટ્રસ્ટીઓ દ્વારા આ સેવાનો લાભ  કુલ 80 થી વધુ પરિવારોને  અનાજની કીટ સાથે માસ્ક અને સેનિટાઈઝર  વિતરણ કરવામાં આવ્યું સાથે જ દરેકે  સોશ્યલ ડિસ્ટન્સ રાખીને  તથા માસ્ક પહેરીને સહાય કીટ વિતરણ કરવામાં આવ્યું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है