દક્ષિણ ગુજરાતમારું ગામ મારાં ન્યુઝ

દેડીયાપાડા પોલીસને ઉત્કૃષ્ટ કામગીરી બદલ “નર્મદા રત્ન એવોર્ડ-2021” થી સન્માનિત કરાયા:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

ડેડીયાપાડા પોલિસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અને કોવિડ-19ની મહામારી વચ્ચે રહીને પોતાની સામાજિક ફરજ નિભાવી પ્રસંશનીય કામગીરી કરનાર એવા  હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ વસાવા અને  ઇનેશભાઈ વસાવા તેમજ ઈશ્વરભાઈ વાણીયા ને NMD ન્યુઝ નેટવર્ક-નર્મદા આયોજીત અને સુરક્ષા સેતૂ સાસાયટી-નર્મદા પોલીસના સૌજન્યથી તથા સ્વ.રત્નસિંહજી મહિડા સાહેબના સ્મરણાર્થે કોરોના વોરિયર્સ “નર્મદા રત્ન એવોર્ડ-૨૦૨૧” એવોર્ડ થી સન્માનિત કરાયા હતા. તેમજ આજનાં કાર્યક્રમમાં અન્ય પણ  બીજા નર્મદા જિલ્લા ઘણા ફ્રન્ટ લાઈન વર્કર, કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે એવોર્ડ વિતરણ સન્માન સમારોહમાં ગુજરાતના ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ, પશુપાલન અને ગૌસંવર્ધન વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી બચુભાઇ ખાબડ, સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવા, શ્રીમતી ગીતાબેન રાઠવા, નાંદોદના ધારાસભ્યશ્રી પી.ડી.વસાવા, નર્મદા સુગર ફેક્ટરીના ચેરમેનશ્રી ઘનશ્યામભાઇ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, રાજપીપલા નગરપાલિકાના પ્રમુખશ્રી કુલદીપસિંહ ગોહિલ, અને અધિકારીશ્રીઓ-પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है