મારું ગામ મારાં ન્યુઝ

રવિવારથી 5 દિવસ દહેજ બાયપાસ પરથી પસાર થતા પહેલા રાખજો ધ્યાન : 

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, સર્જનકુમાર વસાવા 

રવિવારથી 5 દિવસ દહેજ બાયપાસ પરથી પસાર થતા પહેલા રાખજો ધ્યાન :  અટવાઈ જવાનો વારો ન આવે…!!!

– ભરૂચથી દહેજને જોડતા જર્જરીત નંદેલાવ બ્રિજનું કાલથી પાંચ દિવસ હાથ ધરાશે સમારકામ; 

– દહેજ–ભરૂચ-જંબુસર-આમોદ-વાગરા જવા માટે દહેજથી ભરૂચ તરફનો 2 લેન બ્રિજ જ કાર્યરત રહેતા તંત્રની શું છે વ્યવસ્થા જાણો:

– વડોદરા, સુરતથી આવતા વાહનો, ભરૂચ, દહેજના તમામ વાહનો માટે ક્યાં વિકલ્પો છે જાણો,

ભરૂચમાં પહેલો ટોલ બ્રિજ 25 વર્ષ જૂનો નંદેલાવ ઓવરબ્રિજનો એક ભાગ જૂન મહિનામાં ધસી પડ્યો હતો. હવે રવિવારથી R&B દ્વારા આ જોખમી બ્રિજનું સમારકામ હાથ ધરાનાર છે. જેને લઈ RDC દ્વારા પાંચ દિવસ બ્રિજ પરથી વાહન વ્યવહાર પર પ્રીતિબંધ ફરમાવ્યો છે.

નર્મદા ચોકડીથી ભરૂચ, દહેજ તરફનો પ્રવેશદ્વાર સમાન એક તરફનો બે લેન ફ્લાયઓવર બંધ રહેતા તમામ વાહન વ્યવહાર બીજી લેનના બ્રિજ પરથી કાર્યરત રેહશે. ટ્રાફિકનું ભારણ વધવાને લઈ તંત્ર દ્વારા ભોલાવ ફ્લાયઓવર, ચાવજ, નબીપુર, પાલેજના ડાયવર્ઝન અને વિકલ્પો જારી કર્યા છે.

ભરૂચ અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ એન.આર.ધાધલ દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ હેઠળ મળેલ સત્તાની રૂએ ભરૂચ નંદેલાવ બ્રીજ જર્જરીત હોય રીપેરીગની કામગીરી દરમ્યાન 5 ફ્રેબ્રુઆરીના રોજ સવારે 8 કલાકથી તા.9 ફેબ્રુઆરીના રોજ સવારે 8 કલાક સુધી ટ્રાફીક બંધ કરવા બાબતે વાહનોની અવર– જવર બંધ કરવા હુકમ કરવામાં આવ્યો છે.

આ રસ્તો બંધ થવાથી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે વાહનચાલકો માટે 5 વિકલ્પો જારી કરાયા છે.

– ABC સર્કલ થી શ્રવણ ચોકડી તરફ જતા બ્રીજ ઉપરના વાહનોને એ.બી.સી. સર્કલથી ડાયવર્ટ કરી સામેની બાજુથી એટલે કે શ્રવણ ચોકડીથી એ.બી.સી. સર્કલ તરફ આવતા બ્રીજ ઉપર જ અવર-જવર કરે તે રીતે ડાયવર્ટ કરી બન્ને તરફનો વાહન વ્યવહાર શ્રવણ ચોકડીથી એ.બી.સી. સર્કલ તરફ આવતા નંદેલાવ બ્રીજ ઉપરથી ચાલુ રહેશે.

– વધુ ટ્રાફીક જામની સમસ્યા સર્જાય તો એ.બી.સી. સર્કલથી તેમજ મઢુલી સર્કલથી નંદેલાવ બ્રીજ ઉપર ફકત મોટા વાહનોની અવરજવર ચાલુ રહેશે. તેમજ ટુ વ્હીલર તેમજ નાના ફોર વ્હીલર વાહનો એ.બી.સી. સર્કલથી કોલેજ રોડ થઈ ભૃગુઋષિ બ્રીજથી શકિતનાથથી શ્રવણ ચોકડી બાજુ વાહન વ્યવહારની અવરજવર ચાલુ રહેશે.

– તેમ છતાં વધુ ટ્રાફીક જામની સમસ્યા સર્જાય તો નર્મદા ચોકડી થી NH 48 ઉપર અતિથી રીસોર્ટ થી ચાવજ રેલ્વે અંદર પાસ થઈ હીંગલ્લા ચોકડી તરફ અથવા ભરૂચ શહેર તરફ માત્ર ટુ વ્હીલ૨ તેમજ નાના ફોર વ્હીલર વાહન જઈ શકશે.

– દહેજ તરફથી આવતા ભારે વાહનો વડોદરા–સુરત તરફ જતા વાહનો મનુબર ચોકડીથી જંબુસર બાયપાસ થઈ થામ, દયાદરા, સમની, આમોદ, કરજણ તથા જંબુસર રોડ તરફ જઈ શકશે.

– NH 48 ઉપર આવતા વાહનો પાલેજથી સરભાણ, આમોદ, આછોદ, ગંધાર થઈ દહેજ તરફ જઈ શકશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है