મારું ગામ મારાં ન્યુઝ

દેડિયાપાડા તાલુકાના નીચલી માથાસર માસ્કી ફળીયામાં જવાનો રસ્તો 15 વર્ષથી ન બનતા લોકોમાં આક્રોશ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

108 કે અન્ય વાહન આ માર્ગ ઉપર થી પસાર ન થતા ઇમરજન્સી સમયે મોટી તકલીફ:

રાજપીપળા : દેડિયાપાડા તાલુકાના નીચલી માથાસર મોસ્કી ફળિયાનો ખખડધજ માર્ગ છેલ્લા 15 વર્ષ થી બન્યો ન હોવાથી 2 કિલોમીટર ના અંતર માંથી પસાર થવું મુશ્કેલ બન્યું હોવા છતાં સરકાર કે સ્થાનિક તંત્ર દ્વારા ગ્રામજનોની વર્ષોની આ ફરિયાદ ધ્યાને ન લેતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

કેટલાક ગામ લોકોના જણાવ્યા મુજબ માથાસર ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા અન્ય વિકાસ કામો થતા હોય તો આ તરફનો માર્ગ કેમ ગ્રામ પંચાયત 15 વર્ષ થી ધ્યાન પર લેતું નથી, માટે ભંગાર હાલતનો આ માર્ગ પણ વહેલી તકે બનાવે તેવી સ્થાનિક ગ્રામજનો વતી માંગ ઉઠી છે અને વહેલી તકે આ માર્ગ બાબતે સ્થાનિક તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવે છે કે તે જોવું રહ્યું.

ગામના સરપંચ સોમાભાઈ ના જણાવ્યા મુજબ નવા કામોમાં આ ફળિયાનો માર્ગ બને તે બાબતે કાર્યવાહી કરી છે, પરંતુ હાલમાં પણ આ માર્ગ મેટલ વાળો જ બનશે, પાકો માર્ગ હમણાં બને તેવી કોઈ શક્યતાઓ નથી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है