બ્રેકીંગ ન્યુઝમારું ગામ મારાં ન્યુઝ

તાપી જીલ્લામાં પીવાના પાણીની તકલીફ અંગે જાહેર કરાયા નંબરો!

જીલ્લામાં ઉનાળા દરમ્યાન પીવાના પાણીની તકલીફનું તાત્કાલિક ધોરણે નિવારણ કરી શકાય તે માટે, જિલ્લા કલેક્ટર આર.જે.હાલાણીના માર્ગદર્શન હેઠળ, જીલ્લામાં ફરિયાદ નિવારણ માટેના નંબરો જારી કરાયા;

તાપી જીલ્લામાં પીવાના પાણીની તકલીફ અંગે ફરિયાદ નિવારણ અર્થે પાણી પુરવઠા વિભાગના સંપર્ક નંબરો જાહેર કરાયા ;

શ્રોત; પ્રેસનોટ વ્યારા ;  તાપી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમા પીવાના પાણીની તકલીફ અંગેની ફરીયાદ નિવારણ માટે પાણી પુરવઠા વિભાગના નીચે દર્શાવેલ નંબરો જાહેર કરાયા; 

જાહેર આરોગ્ય બાંધકામ વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી સુધાકર દુબે તરફથી મળેલી વિગતો અનુસાર, તાપી જીલ્લામાં ઉનાળા દરમ્યાન પીવાના પાણીની તકલીફનું તાત્કાલિક ધોરણે નિવારણ કરી શકાય તે માટે, જિલ્લા કલેક્ટર શ્રી આર.જે.હાલાણીના માર્ગદર્શન હેઠળ, જીલ્લામાં ફરિયાદ નિવારણ માટેના નંબરો જારી કરાયા છે. જેનો જરૂરિયાતમંદોને લાભ લેવા અનુરોધ છે.

  • કાર્યપાલક ઇજનેરશ્રી, તાપી : (૦૨૬૨૬-૨૨૦૩૩૮) અને ૭૯૯૦૨ ૨૨૩૬૫
  • યુનિટ મેનેજરશ્રી વાસ્મો –તાપી : (૦૨૬૨૬-૨૨૦૫૦૮) અને ૯૯૭૮૪ ૦૬૬૫૦
  • વ્યારા / વાલોડ/ ડોલવણ તાલુકો : (૦૨૬૨૬-૨૨૦૩૪૮) અને ૭૯૭૪૨ ૯૭૪૭૮
  • સોનગઢ તાલુકો : (૦૨૬૨૪-૨૨૨૭૬૬) અને ૯૯૯૮૩ ૪૦૩૬૦
  • ઉચ્છલ/ નીઝર તાલુકો : (૦૨૬૨૮-૨૩૧૦૦૯) અને ૯૪૨૬૭ ૭૯૫૭૮
  • હેંડપમ્પ રીપેરીંગ- તાપી: (૦૨૬૨૬-૨૨૧૨૬૫) અને ૯૯૭૮૪ ૪૩૨૮૦
  • ગ્રામ્ય વિસ્તારની પીવાના પાણીની સમસ્યા અંગે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની હેલ્પલાઇન નંબર – ૧૯૧૬ ઉપર પણ સંપર્ક કરી શકાય છે. તાપી જીલ્લામાં પીવાના પાણીની તકલીફ અંગે ફરિયાદ નિવારણ અર્થે પાણી પુરવઠા વિભાગના સંપર્ક નંબરો જાહેર કરાયા ;    વધુમાં તાપી તંત્ર ધ્યાન આપે કે ગત દિવસોમાં વિભાગ દ્વારા ગામડાઓમાં પુરવઠાના ખાલી હેડપંપ કાઢી લેવાયેલ છે તે કયારે ફીટ કરશો? કોઈ અકસ્માત થાય તેની રાહ જુવો છો કે શું? ચોમાસું પહેલાં કામગીરી નહિ થતાં કરોડો રૂપિયાનું  નુકસાનની ભીતિ ; 

 તાપી જીલ્લામાં “કોરોના” ના બે પોઝેટિવ કેસ;  વ્યારા તાલુકાનાં માયપુર અને વાલોડ તાલુકાનાં કલમકુઇ ગામના કેસની નોંધ તાપી જીલ્લામાં કરાઇ

વ્યારા ; તા; 27; તાપી જીલ્લામાં આજદિન સુધી વ્યારા તાલુકાનાં માયપુર સહિત વાલોડ તાલુકાનાં કલમકુઇ ગામના મળી “કોરોના”ના કુલ બે પોઝેટિવ કેસની નોંધ થવા પામી છે.  આ ઉપરાંત સોનગઢ તાલુકાના નાની ખેરવાણ ગામનો યુવક કે જે છેલ્લા ત્રણ માસથી સુરતની કિરણ હોસ્પીટલમાં ફરજ બજાવે છે અને ત્યાં જ રહે છે. જેમનું સેમ્પલ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લેવામાં આવ્યું હતું. જેનો રિપોર્ટ પોઝેટિવ આવતા આ કેસની નોંધ સુરત જીલ્લામાં કરવામાં આવી છે.

આમ, તાપી જિલ્લામાં માયપુર અને કલમકુઇ ખાતે માલૂમ પડેલા કોરોના પોઝેટિવ કેસને લઈને તાપી કલેક્ટર શ્રી આર.જે.હાલાણીએ તેમની ટિમ સાથે આ ગામોની જાતમુલાકાત લઈ, આ ગામોને કન્ટેઇનમેંટ વિસ્તાર તથા સંબંધિત વિસ્તારને બફર ઝોન જાહેર કરી, અગમચેતીના તમામ પગલાઓ લેવામાં આવ્યા છે.

આરોગ્ય વિભાગ દ્વારા આજદિન એટ્લે કે તા.27-4-2020 ના રોજ બપોરના 12 વાગ્યા સુધીમાં કુલ 204 સેંપલો લીધા છે. જે પૈકી 203 સેમ્પલ નેગેટિવ, અને 1 સેમ્પલ પોઝેટિવ આવવા પામ્યો છે. હાલની સ્થિતિએ જીલ્લામાં 32 વ્યક્તિઓને ક્વોરોંટાઈન હેઠળ રાખવામા આવ્યા છે, જ્યારે 87 વ્યક્તિઓને ક્વોરોંટાઇન પૂર્ણ થવા પામ્યા છે, એમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હર્ષદ પટેલે વધુમાં જણાવ્યુ.    “ઘરમાં રહો સુરક્ષિત રહો”      

Related Articles

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है