શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વ્યારા કીર્તનકુમાર
તાપી જિલ્લામાં ચુંટણી પ્રચાર પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું.
વ્યારા : જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં માત્ર ગણતરીના દિવસો જ બાકી છે એવામાં તમામ રાજકીય પક્ષો ચુંટણી પ્રચારમાં વ્યસ્ત છે. ચુંટણી શાંતિપૂર્ણ, મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લા તંત્રએ આદર્શ આચાર સંહિતા પણ અમલી બનાવી છે. જે અંતર્ગત તંત્રએ તમામ તૈયારીઓ પણ પૂર્ણ કરી દીધી છે અને ચુંટણીને લઈને પ્રચાર પણ હવે અંતિમ ચરણમાં છે. જે અંગે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.બી. વહોનિયાએ ચુંટણી પ્રચારને લઈને એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
જે મુજબ મતદાન પુરૂ થવા માટે નિયત થયેલ સમય સાથે પુરા થતા 48 કલાકના સમયમાં ચુંટણી પ્રચાર કરવા ઉપર અને પ્રચારનો સમયગાળો પૂરો થયા પછી રાજકીય પદાધિકારીઓ, પક્ષના કાર્યકરો, સરઘસ કાઢનારાઓ, ચુંટણી પ્રચારકો વગેરે કે જેઓને મતદાર વિભાગની બહારથી લાવવામાં આવ્યા હોય અને જેઓ તે મતદાર વિભાગના મતદારો ન હોય, તેઓએ ચુંટણી પ્રચારના અંત પછી મતદાર વિભાગમાં હાજર રહેવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.