મારું ગામ મારાં ન્યુઝ

તાપીમાં મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત મહિલા કાનૂની દિવસની ઉજવણી!

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વ્યારા કીર્તનકુમાર

ગુજરાત સરકાર હાલમાં મહિલા સશક્તિકરણ પખવાડિયા ની ઉજવણી સમગ્ર રાજ્યમાં કરી રહ્યું છે તેનાં ભાગરૂપે ગત રોજ મહિલા અભયમ-૧૮૧  હેલ્પલાઇન તાપી તરફથી વ્યારા રેલવે સ્ટેશનમા વેબિનારના માધ્યમ થી મહિલા અને  કાનૂની જાગૃતિ  દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં  અમદાવાદ  સિટી કોર્ટના પૂર્વ. ડિસ્ટ્રિક્ટ જ્જ ર્ડો. પ્રો. જ્યોત્સ્નાબેન યાજ્ઞિક મેડમે વેબિનારના માધ્યમ થી ઓનલાઈન  માહિતી અભ્યમના કાઉન્સેલર અને કર્મચારીઓને તાલીમ આપતાં જણાવેલ કે ભારતીય બંધારણ મા નાગરિકો ને જે અધિકાર આપવામાં આવેલ છે તેમાં ખાસ  મહિલાઓ માટે મફત કાનૂની સહાય મેળવવાનો, ભરણપોષણ મેળવવાનો, સામાન ન્યાય મેળવવાનો અંગેની વિશિષ્ટ જોગવાઈ કરવામાં આવેલ છે આ ઉપરાંત યાજ્ઞિક મેડમે મહિલાઓના ઘરેલુ હિંસા, મૈત્રી કરાર, દહેજ વિરોધી કાયદો, આપઘાત મા દુષ્પ્રેરણા વગેરે બાબતની અનેક  મહત્વની જાણકારી પુરી પાડી હતી.

તાપી જીલ્લાનાં મહિલા કાઉન્સેલર  કરનાર દ્વારા વ્યારા રેલ્વે સ્ટેસન ખાતે મહિલાઓને  વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે અભયમ-૧૮૧ હેલ્પલાઇન મહિલાઓની સેવા અને સુરક્ષાનાં ભાગરૂપ  ગુજરાત સરકારની મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત મહિલા અભયમ૧૮૧  મહિલાઓના બચાવ અને સુરક્ષા  માટે 24 કલાક અઠવાડિયાનાં સાતે દિવસ  કાર્યરત એવી મહિલા અભયમ હેલ્પલાઇન વિશે માહિતી આપતા જણાવેલ કે કોઈપણ શહેર કે ગામડાંની મહિલાઓ આપત્તિના સમયે ટોલ ફ્રી 181 નંબરમાં કોલ કરી મદદ, માહિતી અને બચાવ મેળવી શકે છે, અને સાથે વિભાગની અન્ય મહિલા સુરક્ષા અને સેવાને લગતી એપ્લીકેશન સરકાર દ્વારા ગુગલ  પ્લેસ્ટોરમાં ઓનલાઈન  ઉપલબ્ધ છે, જેઓ મહિલા,યુવતીઓ પોતાની પાસે એન્ડ્રોઇડ મોબાઈલ ઉપયોગ કરે છે તો તેઓ  પોતાના મોબાઇલમાં અભયમ મોબાઇલ એપ ડાઉનલોડ કરીને મહિલા અભયમની સેવાનો  લાભ મેળવી શકે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है