
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,ભરૂચ સુનિતા રજવાડી
પોલીસ મહાનિરિક્ષક શ્રી હરિકૃષ્ણ પટેલ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓએ જીલ્લામાં દારૂ તથા જુગારની પ્રવૃતિ અટકાવવા સુચના આપેલ હોય જે અનુસંધાને એલ.સી.બી ભરૂચના પોલીસ ઇન્સ્પેકટર માર્ગદર્શન હેઠળ એલ.સી.બી ભરૂચના પો.સ.ઇ વાય.જી.ગઢવી તથા પોલીસ માણસોની ટીમ ને મળેલ બાતમી આધારે અંકલેશ્વર રૂરલ પો.સ્ટેના ખરોડગામે ઉભા ફળીયા ખાતે રહેતા અનસભાઇ ફારૂકભાઇ લહેરી નાઓને ત્યાં જુગારઅંગે રેઇડ કરતા કુલ ૧૪ જુગારીયાઓને રોકડા રૂ ૨૩,૦૭૦/- તથા અન્ય મુદ્દામાલ સાથે કુલ કી.રૂ .૨,૬૦,૦૭૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી કરવા અંક્લેશ્વર રૂરલ પો.સ્ટે.માં સોપવામાં આવેલ છે .
કજે કરવામાં આવેલ મુદામાલ:-
( ૧ ) રોકડા રૂ ૨૩૦૭૦/-
( ૨ ) હોંડાસીટી કાર તથા મોબાઇલ નંગ ૧૧ તથા જુગાર ના અન્ય સાધનો કિ રૂ ૨,૩૭,૦૦૦/-
કુલ કિ રૂ ૨,૬૦,૦૭૦/-
કામગીરી કરનાર ટીમ:-
ઇચાર્જ પોલીસ ઇંસ્પેકટર પી.એસ.બરંડા તથા પો.સ.ઇ વાય.જી.ગઢવી તથા એ.એસ.આઇ કનકસિંહ તથા હે.કો ચંન્દ્રકાંન્તભાઇ તથા હે.કો દિલીપભાઇ તથા હે.કો પરેશભાઇ તથા હે.કો અજયભાઇ તથા આ.પો.કો મેહુલભાઇ તથા આ.પો.કો અશોકભાઇ તથા વ પો.કો અરૂણાબહેન એલ.સી.બી ભરૂચ