
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા
ડાંગ જિલ્લાના આહવા ખાતે કોમન યોગ પ્રોટોકોલ તાલીમ સત્ર તથા યોગયાત્રા યોજાઇ :
આહવા: આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગ રૂપે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જિલ્લા રમતગમત કચેરી ડાંગ દ્વારા આજરોજ ડાંગ સ્વરાજ આશ્રમ આહવા ખાતે જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલના અધ્યક્ષ સ્થાને યોગ પ્રોટોકોલ તાલીમ સત્ર તથા યોગયાત્રા રેલીનુ આયોજન કરવામા આવ્યુ હતુ.
જિલ્લા કલેક્ટર શ્રી મહેશભાઇ પટેલે યોગયાત્રા રેલીની લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી.
આજની યોગયાત્રા રેલી સ્વરાજ આશ્રમ મેદાનથી નીકળી ગાંધી બાગ પેટ્રોલ પંપ થઈ પરત સ્વરાજ આશ્રમ સુધી પોંહચી હતી.
યોગ વિશેની જાગૃતી માટેની આ રેલીમા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મંગળભાઇ ગાવિત તેમજ વિવિધ વર્ગના પ્રતિનિધીઓ જોડાયા હતા.