મારું ગામ મારાં ન્યુઝ

ડેડીયાપાડા ખાતે હસ્તકલા સેતુ યોજના અંતર્ગત કારીગરો માટે ઉધોગ સાહસિકતા વિકાસ તાલીમ કાર્યક્રમ યોજાયો;

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

તારીખ ૨૩ થી ઓગષ્ટ ૨૦૨૧ ના રોજ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થા ( EDII) અમદાવાદ ના સંયોજકથી કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ ગુજરાત સરકાર ના સૌજન્યથી હસ્થકલા સેતુ યોજના અંતર્ગત નર્મદા જીલ્લામાં ભારતીય ઉદ્યમિતા  વિકાસ સંસ્થા (EDII) તથા કુટીર અને ગ્રામદ્યોગ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આદિવાસી વિસ્તાર માં રેહતા લોકોમાં છુપી કલાઓને વિકસવવા માટે તેમજ વાસ કામના કારીગરો માટે ઉધોગ સાહસિકતા વિકાસ તાલીમ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હસ્તકલાનું કામ કરતા કારીગરો ને પડતી તકલીફો દૂર કરી તેઓના ધંધાનાં વિકાસ માટે જરૂરી તાલીમ આપી તેમના ધંધાને લગતી કામગીરી તરીકે ના ઓળખકાર્ડ આપવા તથા તેઓને સરકારી સહાય સાથે જોડવા માટે ઉદ્દેશય સાથે હસ્તકલા યોજના તૈયાર કરવામાં આવે છે.

આ અંતર્ગત યોજાયેલ ઉધોમિતા વિકાસ જાગૃતિ કાર્યક્રમ માં 30 ભાઈ -બહેનો એ ભાગ લીધો હતો. ક્રર્યક્રમની શરૂઆત ડીસ્ટ્રીક લીડ મેનેજરશ્રી જીજ્ઞેશ પટેલ દ્વારાશરૂ કરવામાં આવ્યો. આ કાર્યક્રમ દ્વારા સહભાગીઓને ઉદ્યોગ સાહસિકતા અને તેનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું, તેમજ એક સફળ ઉધોગ સાહસિક કઈ રીતે બની શકાય તેની ઊંડાણપૂર્વક સમજ આપવા આવી.

આ કાર્યક્રમમાં ડીસ્ટ્રીક લીડ મેનેજરશ્રી જીજ્ઞેશ પટેલ, રિકીન મોદી(District entrepreneurship lead)
પિયુષ દેશમુખ (District credit linkage expert) તેમજ તાલુકાઓના તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है