મારું ગામ મારાં ન્યુઝ

ડાંગ જિલ્લામા ‘૭૩મા પ્રજાસતાક’ દિનની જિલ્લા કક્ષાની ઉજવણી સુબિર ખાતે કરાશે:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા

ડાંગ જિલ્લામા ‘૭૩મા પ્રજાસતાક’ દિનની જિલ્લા કક્ષાની ઉજવણી સુબિર ખાતે કરાશે:

આહવા તાલુકાનો કાર્યક્રમ ગડદ ગામે જ્યારે વઘઇ તાલુકાનો કાર્યક્રમ ચિંચીનાગાવઠા ખાતે યોજાશે :

ડાંગ, આહવા: ૧૭: આગામી તા.૨૬મી જાન્યુઆરી-પ્રજાસતાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સુબિર તાલુકા મથકે આવેલી નવજ્યોત હાઇસ્કૂલ ખાતે કરાશે તેમ ડાંગ કલેક્ટર શ્રી ભાવિન પંડ્યાએ સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યુ હતુ. 

 આ સાથે આહવા તાલુકાનો કાર્યક્રમ ગડદ ગામે જ્યારે વઘઇ તાલુકાનો કાર્યક્રમ ચિંચીનાગાવઠા યોજાશે તેમ ઉમેરી કલેક્ટરશ્રીએ આ રાષ્ટ્રીય કાર્યક્રમની ઉજવણી અંતર્ગત કરવાની થતી આનુષાંગિક વ્યવસ્થાઓ સંબંધિત જરૂરી માર્ગદર્શન આપ્યુ હતુ. 

 જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી બેઠકને સંબોદ્ધતા કલેક્ટર શ્રી ભાવિન પંડ્યાએ ધ્વજ વંદન કાર્યક્રમના સ્થળ નક્કી કરવા સાથે જરૂરી ડાયસ પ્લાન, સ્ટેજ વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, પોલીસ પરેડ, સહિત મહાનુભાવોના આતિથ્ય સત્કાર ઉપરાંત કાયદો વ્યવસ્થા, પાર્કિંગ, સાફસફાઇ, સહિતના મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરી હતી. 

 કોરોના સંક્રમણને ધ્યાને લેતા જરૂરી ટેસ્ટિંગ અને વેક્સિન અંગે આરોગ્ય વિભાગનુ બૂથ કાર્યરત કરવા સાથે સમગ્ર કાર્યક્રમ કોવિડ-૧૯ની માર્ગદર્શિકા અનુસાર આયોજિત કરવાની પણ કલેક્ટરશ્રીએ સૂચના આપી હતી.

સમગ્ર કાર્યક્રમના રિહર્સલ સહિત જિલ્લાના રાષ્ટ્રીય સ્મારકો, સાહિદ સ્મારકોને રંગરોગાન, અને મહત્વની સરકારી કચેરીઓ ઉપર રોશનીનો શણગાર કરવાની પણ તેમણે સૂચના આપી હતી.

બેઠકની કાર્યવાહી સાંભળતા નિવાસી અધિક કલેક્ટર શ્રી પદ્મરાજ ગામિતે જિલ્લાની અન્ય કચેરીઓમા પણ પ્રજાસત્તાક પર્વની ગરિમાપુર્ણ ઉજવણી બાબતે માર્ગદર્શન આપ્યુ હતુ.

 બેઠકમા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.વિપિન ગર્ગ સહિત સંબંધિત અમલીકરણ અધિકારી સહિત અધિકારીઓએ ઉપસ્થિત રહી ચર્ચામા ભાગ લીધો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है