બ્રેકીંગ ન્યુઝ

કાલબી રોડ પાસે ટ્રક ચાલકે એક્ટિવા મોપેડને ટક્કર મારતા એકજ ઘરના 2ભાઈઓના દુઃખદ મરણ:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

ડેડીયાપાડા નાં કાલબી રોડ પાસે ટ્રક ચાલકે એક્ટિવા મોપેડને ટક્કર મારતા એકજ ઘરના 2ભાઈઓના મોત થવા પામ્યા હતાં એથી પંથકમાં શોકની કલીમાં: 

ઘટનાની જાણ મુજબ તારીખ 19 જૂન 2021 શનિવારના રોજ સુરેશભાઈ મનોજભાઈ વસાવા ઉંમર 23 વર્ષ તથા સતિષભાઈ મનોજભાઈ વસાવા ઉંમર વર્ષ 21 આ બંન્ને કુકરદા કેવડીના પટેલ ફળીયાના રહેવાસી પોતાની પાસેની એક્ટિવા નંબર GJ-22-K-2980 ડેડીયાપાડા થી કુકરદા પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા તે દરમ્યાન કાલબી ગામના સ્મશાન પાસે પાછળ થી ટ્રક નંબર GJ-04-AT-7866 ના ચાલકે પુર ઝડપે અને ગફલતભરી રીતે ટ્રક હંકારી લાવી એક્ટિવા ને અડફેટે લીધા બાદ ત્યાં થી નાસી છૂટ્યો હતો, ઘટનામાં બે યુવાનો ના સારવાર દરમ્યાન મોત નિપજ્યા હતા. જ્યારે ટ્રક ચાલક સાગબારા રોડ પર પોતાની પાસેની ટ્રક મુકી ને નાસી જતા તેના વિરૂદ્ધ ડેડીયાપાડા પોલીસે ઇ.પી.કો કલમ 279,304 (અ) તથા એમ.વી.એકટ કલમ 177,184,134 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है