
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
ડાંગ જિલ્લામાં મકરસંક્રાતિ તહેવાર નિમિત્તે પોલીસ સજ્જ:
પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા : આગામી દિવસોમાં આવનાર મકરસંક્રાતિના તહેવાર નિમિત્તે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે અને ડાંગની જનતા ઉત્સાહ પુર્વક મકરસંક્રાતિનો તહેવાર ઉજવી શકે તે માટે ડાંગ જિલ્લા પોલીસ દ્વારા યોગ્ય બંધોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તેમ, જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણીયાએ એક મુલાકાતમાં માહિતી આપતાં જણાવ્યું છે.
આ સાથે જ ઉત્તરાયણ તહેવારમાં ચાઇનીઝ માંજા/નાયલોન/પ્લાસ્ટીક દોરી, કાચનુ તથા અન્ય હાનિકારક પદાર્થોથી કોટીંગ કરેલ દોરી, અન્ય સિન્થેટિક માંજા, સિન્થેટિક પદાર્થથી કોટીંગ કરેલ હોય અને નોન-બાયોડીગ્રેડેબલ હોય તેવી દોરી વિેગેરેના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ હોય કોઇ પણ વ્યક્તિ આવા પદાર્થોનો ઉપયોગ અથવા વેચાંણ કરતાં હોય તો તે અંગે પોલીસને જાણકારી આપવા માટે પોલીસ ઇમરજન્સી ટોલ ફ્રી નંબર : ૧૦૦, અને ડાંગ જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ નં : ૦૨૬૩૧-૨૨૦૬૫૮ ઉપર સંપર્ક કરી જાણકારી આપવા યશપાલ જગાણીયાએ જનતાને અનુરોધ કર્યો છે.