મારું ગામ મારાં ન્યુઝ

ડાંગ જિલ્લાનાં કોટબા ગામે “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા 

“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત કોટબા ગામે યોજાયા અનેક  જનજાગૃતિ કાર્યક્રમો:

ડાંગ, આહવા: સરકારી વિજ્ઞાન કોલેજ, આહવા-ડાંગ દ્વારા તાજેતરમા “આઝાદી કા અમૃત મહોત્સ”ના પંચ પ્રકલ્પ અંતર્ગત પ્રાથમિક શાળા-કોટબા મુકામે વિવિધ કાર્યક્રમો યોજવામા આવ્યા હતા. પર્યાવરણ સ્વચ્છતા, જળસંરક્ષણ, અને જળસંચય, કોરોના સંક્રમણ અટકાવવા, તથા રસીકરણ, ગૌ આધારીત પ્રાકૃતિક ખેતી, નશાબંધી તેમજ કુરીવાજ નિવારણ, અને ફીટ ઇન્ડીયા મુવમેન્ટ જેવા વિવિધ પ્રકલ્પો અંતર્ગત નુક્કડ નાટક, લોક સંપર્ક તેમજ વિવિધ પ્રવૃતિઓ શાળાના બાળકો, તથા ગ્રામજનો સમક્ષ રજુ કરી જન જાગૃતિ માટે સંદેશો આપવામા આવ્યો હતો.

ધવલીદોડ ગૃપ ગ્રામ પંચાયતના સરપંચશ્રી, પ્રાથમિક શાળાના આચાર્યશ્રી તેમજ સમગ્ર સ્ટાફ, ગ્રામજનો તેમજ કોલજના સમગ્ર સ્ટાફની ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમની શરૂઆતમા, સરપંચશ્રી દ્વારા પ્રસંગોચીત ઉદ્દબોધન કરાયુ હતુ. કાર્યક્રમના કો-ઓર્ડીનેટર શ્રી પી.જે.ચૌધરી દ્વારા વિવિધ કાર્યક્રમોનું મહત્વ સમજાવાયુ હતુ. કાર્યક્રમના અંતે પ્રાથમિક શાળાના આચાર્યશ્રી દ્વારા આભાર વિધી કરવામા આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है