મારું ગામ મારાં ન્યુઝ

ડાંગ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ

ડાંગ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ:

દિનકર બંગાળ, આહવા: ડાંગ જિલ્લા સેવા સદન, આહવા ખાતે જિલ્લા કલેક્ટર એન. ડી. પરમારના અધ્યક્ષ સ્થાને ‘જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિ’ની બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં ધારાસભ્ય વિજયભાઇ પટેલ તેમજ ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશભાઇ ગામીતે જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં બસ સુવિધાઓ પહોચાડવા, પાણી વ્યવસ્થા સુનિચ્છિત કરવા તેમજ નેટવર્ક સમસ્યા હલ કરવા અધિકારીશ્રીઓને જણાવ્યું હતું. સાથે વન અધિકાર હેઠળ જંગલ જમીનના પેંન્ડીગ દાવાઓનો હકારાત્મક નિકાલ લાવી હકદારને જમીન આપવા માટે ઝડપી કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા કલેક્ટર એન.ડી.પરમારે તેમના ક્ષેત્રીય પ્રવાસ દરમિયાન જોયેલી બેઠકોમાં જાણવા મળેલ વહીવટી ક્ષતિઓની પૂર્તતા કરવા, અને ગ્રામીણ પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીઓને સૂચના આપી હતી.

બેઠક દરમિયાન કલેક્ટરએ ગ્રામીણ વિસ્તારોમાં એસ.ટી. બસ સેવાઓ સુદ્રઢ કરવા, છેવાડાના નાગરિકોને પરિવહનની મુશ્કેલી ન પડે તે સુનિશ્ચિત કરવા, આંગણવાડીઓમાં પ્રાથમિક સુવિધાઓ આપવા જણાવ્યું હતું. તેમજ તમામ લોકોમાં માર્ગ સલામતી માટે જાગૃતતા આવે સુનિશ્ચિત કરવા સંબિધત અધિકારીશ્રીઓને જણાવાયું હતું.

આ ઉપરાંત, એ.જી. ઓડિટ, બાકી કેસો, પેન્શનના પ્રશ્નો, ગ્રામસભામાં ઉપસ્થિત થયેલ પ્રશ્નો, અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓના પેન્શન કેસો, પી.જી. પોર્ટલ અને સ્વાગતની અરજીઓ, સી.એમ ડેસબોર્ડની કામગીરી અને એગ્રીસ્ટેક પ્રોજેક્ટની કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા પણ સૂચના અપાઇ હતી.

જિલ્લા સંકલન સમિતિની બેઠકની સાથે કાયદો અને વ્યવસ્થા, રોડ સેફ્ટી કમિટી, ટ્રાફિક સલાહકાર સમિતિ, ધાર્મિક દબાણ, બોગસ દસ્તાવેજો અને લેન્ડ ગ્રેબિંગ, ઈઝ ઓફ ડુઈંગ, ઘન કચરાનું વ્યવસ્થાપન, પ્રાકૃતિક ખેતી જેવી શ્રેણીબદ્ધ બેઠકો પણ યોજાઇ હતી, જેમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી કુલદીપસિંહ ઝાલા, જિલ્લા પોલીસ વડા શ્રીમતી પૂજા યાદવ, સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેક્ટરશ્રી હિતેશ જણકાટે કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है