મારું ગામ મારાં ન્યુઝ

ડાંગના સહાયક માહિતી નિયામક કે.એસ. પરમાર વયનિવૃત થતાં કાર્યક્રમ યોજાયો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા

  • ડાંગના સહાયક માહિતી નિયામક શ્રી કે.એસ.પરમાર થયા વયનિવૃત્ત:
  •  તાપીના શ્રી આર.આર.તડવીને સોંપાયો વધારાનો હવાલો:

આહવા: ડાંગ જિલ્લા માહિતી કચેરીના સહાયક માહિતી નિયામક શ્રી કે.એસ.પરમાર તા.૩૧મી ઓગસ્ટના રોજ વયનિવૃત્ત થતા, તેમની જગ્યાનો વધારાનો હવાલો તાપીના સહાયક માહિતી નિયામક શ્રી આર.આર.તડવીને સોંપવામા આવ્યો છે.

શ્રી કે.એસ.પરમાર ડાંગ જિલ્લામા માર્ચ ૨૦૧૯થી સહાયક માહિતી નિયામક તરીકે ફરજરત હતા. જેઓ તા.૩૧/૮/૨૦૨૧ ના રોજ વયનિવૃત્ત થયા છે. જેમની વિદાય વેળા કચેરી અધિક્ષક શ્રી મનોજ ખેંગાર, સહીત કચેરીના કર્મચારીઓએ ઉપસ્થિત રહી તેમને નિવૃત્તિની શુભકામનાઓ પાઠવી હતી.

આ વેળા ઇન્ચાર્જ સહાયક માહિતી નિયામક શ્રી આર.આર.તડવીએ કચેરી સમય બાદ ડાંગનો ચાર્જ સભાળી લીધો છે. જેમને પણ ડાંગ જિલ્લા માહિતી કચેરીના કર્મચારીઓએ આવકારી ભાવભર્યું સ્વાગત કર્યું હતુ.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है