
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
જ્ઞાન સેવા વિદ્યા સંકુલ રંભાસ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસની ઊજવણી કરાઇ :
શાળામા “રન ફોર યુનિટી” અને “સ્વચ્છતા અભિયાન” નુ આયોજન કરવામા આવ્યુ :
ડાંગ: લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ દિવસને ભારત દેશમા ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે ઉજવવામા આવે છે. ત્યારે રાષ્ટ્રીય કાર્યક્રમોની હમેશા હર્ષલ્લાસપૂર્વક ઊજવણી કરતા ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના જ્ઞાન સેવા વિદ્યા સંકૂલ-, રંભાસ દ્વારા પણ તેની ઉજવણી કરવામાં આવી હતી.
જેના ભાગરૂપે તા.31-10-2023 ના રોજ શાળાના આચાર્યશ્રી દ્વારા શ્રી મંગલનયન સ્વામીના માર્ગદર્શન હેઠળ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ દિવસની ઊજવણીના ભાગ રૂપે “રન ફોર યુનિટી” અને “સ્વચ્છતા અભિયાન” નુ આયોજન કરવામા આવ્યુ હતુ.
આ કાર્યક્રમમા શાળાના આચાર્યશ્રી સહિત ગૃહપતિશ્રી, ગામના અગ્રણી અને ગીરા ધોધ ટ્રસ્ટના પ્રમુખ શ્રી ગણેશભાઈ, તથા શાળાના વિધાર્થીઓએ શાળા પરિસરથી બે કિલોમીટર દૂર આવેલા પ્રવાસન સ્થળ ગીરાધોધ સુધી રન ફોર યુનિટી અંતર્ગત દોડમા ભાગ લીધો હતો.
આ ઉપરાંત સ્વચ્છતા અભિયાન અંતર્ગત પ્રવાસન સ્થળ ગીરા ધોધ ખાતે સ્વચ્છતાના ખૂબ આગ્રહી એવા શાળાના આચાર્યશ્રી, તથા વિદ્યાર્થીઓ દ્વારા સફાઈ કાર્ય કરવામા આવ્યુ હતુ. “રન ફોર યુનિટી” અને “સ્વચ્છતા અભિયાન” દ્વારા શાળાએ ગ્રામ જનોને એક્તા અને સ્વચ્છતા માટે પ્રેરણા અપાઈ હતી.
બ્યુરો ચીફ: રામુભાઈ માહલા , ડાંગ