મારું ગામ મારાં ન્યુઝ

જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને ઇન્ચાર્જ જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષપણે દેડીયાપાડા ખાતે સમીક્ષા બેઠક યોજાઇ:

મુખ્યમંત્રીશ્રી ની પ્રેરક ઉપસ્થિતિમાં વનબંધુઓને વાંસનું વિનામૂલ્યે વિતરણ સહિત વાંસ આધારિત કૌશલ્યવર્ધન કેન્દ્રોના લોકાર્પણનો યોજાનાર છે:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

દેડીયાપાડા ખાતે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વનબંધુઓને વાંસનું વિનામૂલ્યે વિતરણ સહિત વાંસ આધારિત કૌશલ્યવર્ધન કેન્દ્રોના લોકાર્પણનો યોજાનારો કાર્યક્રમ;

કાર્યક્રમના આયોજનની પૂર્વ તૈયારીઓ અંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને ઇન્ચાર્જ જિલ્લા કલેકટરશ્રી અંકિત પન્નુએ દેડીયાપાડા ખાતે યોજેલી સમીક્ષા બેઠકમાં અમલીકરણ અધિકારીશ્રીઓને અપાયું માર્ગદર્શન;

               ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં તા.૨૬ મી મે,૨૦૨૨ ને ગુરૂવારના રોજ નર્મદા જિલ્લાના આદિવાસી અને અંતરિયાળ વિસ્તાર દેડીયાપાડા તાલુકા મથકે વનબંધુઓને વાંસનું વિનામૂલ્યે વિતરણ અને વાંસ આધારિત કૌશલ્યવર્ધન કેન્દ્રો (રૂરલ મોલ) ના યોજાનારા લોકાર્પણ કાર્યક્રમના આયોજન સંદર્ભે જિલ્લા પ્રશાસન દ્વારા હાથ ધરાયેલી પૂર્વ તૈયારીઓની ગઇકાલે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને ઇન્ચાર્જ જિલ્લા કલેકટરશ્રી અંકિત પન્નુના અધ્યક્ષપદે દેડીયાપાડા આદર્શ નિવાસી શાળા ખાતે યોજાયેલી સમીક્ષા બેઠકમાં શ્રી અંકિત પન્નુએ ઉક્ત કાર્યક્રમ સંદર્ભે જુદા જુદા વિભાગો ધ્વારા હાથ ધરાયેલી કામગીરીની વિસ્તૃત સમીક્ષા સાથે જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.

નિવાસી અધિક કલેક્ટરશ્રી એચ.કે.વ્યાસ, નાયબ વન સંરક્ષકશ્રી નિરજકુમાર, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી એચ.પી.મોદી અને સુશ્રી વાણી દૂધાત, પ્રાયોજના વહિવટદારશ્રી બી.કે. પટેલ, દેડીયાપાડાના પ્રાંત અધિકારીશ્રી આનંદ ઉકાની, રાજપીપલાના પ્રાંત અધિકારીશ્રી હિતેશ પટેલ, તાલુકા મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ સહિત વિવિધ વિભાગના સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓ અને વિવિધ સમિતિઓ સાથે સંકળાયેલા અધિકારીશ્રીઓ- કર્મચારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકમાં ઇન્ચાર્જ જિલ્લા કલેકટરશ્રી અંકિત પન્નુએ સંબંધિત સમિતિઓને સોંપાયેલી કામગીરી અને ફરજ સુપેરે પાર પડે તે માટે પૂરતી કાળજી અને ચોકસાઇ રાખવા ખાસ અનુરોધ કર્યો હતો.

             અત્રે ઉલ્લેખનીય છે કે, ઇન્ચાર્જ જિલ્લા કલેકટરશ્રી અંકિત પન્નુના માર્ગદર્શન અને રાહબરી હેઠળ મુખ્યમંત્રીશ્રીના ઉક્ત કાર્યક્રમના સુચારા આયોજનના ભાગરૂપે વિવિધ ૨૪ જેટલી સમિતીઓની રચના કરવામાં આવી છે અને આ સમિતિઓમાં સમાવિષ્ટ વિવિધ અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓને એકબીજા વચ્ચે સુસંકલન સાધીને તેમને સોંપયેલી કામગીરી વધુ સઘન અને અસરકારક રીતે પરિપૂર્ણ થાય તે જોવાની પણ તેમને ખાસ સૂચના આપી હતી. ઇન્ચાર્જ જિલ્લા કલેકટરશ્રી અંકિત પન્નુએ દેડીયાપાડા ખાતે મુખ્યમંત્રીશ્રીના ઉક્ત કાર્યક્રમના આયોજન સંદર્ભે કાર્યક્રમના સ્થળે થઇ રહેલી પૂર્વ તૈયારીઓ અને વાંસ આધારિત કૌશલ્યવર્ધન કેન્દ્રના સ્થળની પણ રૂબરૂ મુલાકાત લઇ, થઇ રહેલી કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન જિલ્લા પ્રશાસનના અન્ય વરિષ્ઠ અધિકારીશ્રીઓ પણ તેમની સાથે જોડાયાં હતા.            

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है