
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા
વન પ્રદેશ ડાંગ જિલ્લા પૂર્વ પટ્ટીનાં કરાડીઆબા ગામની ગરીબ પરિવાર માં જન્મ લેનારા સરિતા ગાયકવાડ મતલબ ભારતની ગોલ્ડન ગર્લ ડાંગ એક્સપ્રેસ એક સામાન્ય પરિવાર થી એથલેન્ટ ક્ષેત્રે ભારતને ગોલ્ડ અપાવવાની લાંબી સફર કરી હવે ગુજરાત ની કાયદો વ્યવસ્થા ને મજબુત બનાવવાના સફર ઉપર જઈ રહ્યા છે, ત્યારે ડાંગ નું માન અને સન્માન ગોલ્ડન ગર્લ સરિતાબેનને ગુજરાત પોલીસમા નાયબ પોલીસ વડાનું પદ આપવામાં આવતા વન પ્રદેશ ડાંગ જિલ્લામાં ખુશ ખુશાલી વ્યાપી જવા પામી હતી, ખુબ ખુબ અભિનંદન સરિતા ગાયકવાડને આપવામાં આવી રહ્યાં છે, સોસીયલ મીડિયામાં કાલે અભિનંદનનાં મેસેજ દ્વારા વાયરલ કરવામાં આવી હતી, સરિતા સાથે ખેંચાવેલ તશવીરને મીડિયામાં મૂકી પાઠવવામાં આવ્યા સરિતા ગાયકવાડને ખુબ ખુબ અભિનંદન, તેમજ નાયબ પોલીસ વડા બનનાર સરિતા ગાયકવાડ ડાંગ જ નહિ પણ રાજ્યનાં અનેક યુવાન યુવતીઓ માટે તે હંમેશા પ્રેરણારુપ બન્યાં છે એમાં બે મત નથી:
ગોલ્ડ મેડાલિસ્ટ સરિતા ગાયકવાડ ને બનાવયા D.Y.S.P 18 મી એશિયન ગેમ્સમાં સરિતા ગાયકવાડ 4×400 મીટર રીલેની દોડમાં ગોલ્ડ મેડલ મેળવી દેશ અને ગુજરાતનું તથા આદિવાસી સમાજનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કરનાર સરિતા ગાયકવાડને નવરાત્રીના દૂર્ગાષ્ટમીનાં પાવન દિવસે નાયબ પોલીસ અધિક્ષક તરીકે ગુજરાત સરકાર દ્વારા નિમણુંક કરવામાં આવી છે જેને રાજયનાં મુખ્ય મંત્રીશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા, જયારે ગુજરાત રાજયનાં ગૃહમંત્રી શ્રી પ્રદીપ સિંહ જાડેજા એ કયું કે નારી શકિત નું શ્રેષ્ઠ ઉદાહરણ છે સરિતા ગાયકવાડ, સરકારનાં આ નિર્ણયથી સમગ્ર ડાંગ વિસ્તારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
મળતી માહિતી મુજબ સરિતા ગાયકવાડ ઘણા લાંબા સમય થી તેમનાં આ પદ માટે સરકાર સાથે પરામર્શ કરી રહી હતી, આખરે આ નવરાત્રી તેમને ફળી આદિવાસી દીકરીને સંઘર્ષમાં વિજય મળ્યો ખરો! ”ગ્રામીણ ટુડે ન્યુઝ” તરફથી સરિતા ગાયકવાડને તેમનાં નવ નિયુક્ત પદ માટે ખુબ ખુબ અભિનંદન.