મારું ગામ મારાં ન્યુઝશિક્ષણ-કેરિયર

ગંગપુર, રાજપુર અને દોલધા ની શાળાઓ અને વર્ગ શાળાઓ મર્જ કરવા બાબતે વાલીઓ સતર્ક:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત

વાંસદા તાલુકાના ગામો દોલધા અને રાજપોરની વર્ગશાળા બંધ કરવામાં આવશે તો ધરણા પ્રદર્શન કરવા ધારાસભ્ય અનંતભાઈ પટેલ દ્વારા ચીમકી ઉચ્ચારી:આદિવાસી વિસ્તારની વર્ગ શાળાઓ મર્જ કરવા બાબતે વાલીઓ સતર્ક:

વાંસદા તાલુકામાં પાંચ જેટલી વર્ગશાળા બંધ કરવાની હિલચાલ કરવામાં આવતા ગંગપુર ગામે વાલી મીટીંગ કરવામાં આવી હતી એવી જ રીતે દોલધા અને રાજપોર મા પણ વાંસદા, ચીખલીના ધારાસભ્ય અનંત પટેલના અધ્યક્ષસ્થાને વાલી મીટીંગનું આયોજન  કરવામાં આવ્યુ હતું.
ગુજરાતની  સરકાર પુરા આદિવાસી વિસ્તારમાં ૬૦૦૦ જેટલી વર્ગ શાળાઓ બંધ કરવાની હિલચાલ કરવામાં આવતા વાસદા વિસ્તારની  ગંગપુર, રાજપુર અને દોલધાની શાળાઓ બંધ થનાર છે એવું ગ્રામજનોને ખબર પડતાની સાથે જ ગ્રામજનો અને વર્ગ શાળા માં ભણતા બાળકોના વાલીજનો દ્વારા વાંસદા, ચીખલીના ધારાસભ્યના અધ્યક્ષસ્થાને મીટીંગ યોજવામાં આવી રહી છે, દોલધાના વાલીમંડળના કહેવા પ્રમાણે વર્ગશાળા જો બંધ કરવામાં આવશે તો મુખ્યશાળામાં જવું પડશે જે વર્ગશાળા કરતા અઢી કિલોમીટર દૂર છે સાથે આ મુખ્યશાળા ચીખલી,વઘઇ રાજ્ય ધોરી માર્ગ પર આવેલ છે, તો ૧ થી ૫ ધોરણ ના બાળકોને જવા માટે ખૂબ જ તકલીફ પડશે તેમજ અકસ્માતનો પણ ભય જણાય આવે છે આ વર્ગ શાળામાં તમામ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે આ વર્ગ શાળામાં જતા બાળકોના વાલીઓ મજૂરી કામ કરીને જીવનનિર્વાહ ચલાવે છે પોતે મુકવા લઈ જવા સમય કાઢી શકે એમ નથી તથા આ શાળામાં બાળકો ની વર્ગ શાળા બંધ કરવામાં આવશે તો ડ્રોપ આઉટનો રેશિયો વધે તેવી શક્યતા છે આમ આદિવાસી વિસ્તારની શાળા બંધ કરશે તો આવનારા સમયે બાળકોનું ભાવિ અંધકાર મય મને એવી શક્યતા છે.
વાસદા વિસ્તાર તેમજ સમગ્ર આદિવાસી વિસ્તારની વર્ગ શાળાઓ મર્જ કરવાને બહાને બંધ કરીને જો ખાનગી શાળાને પ્રોત્સાહન આપશે તો આવનારા દિવસોમાં વાલીઓ સાથે જન આંદોલન ઉગ્ર કરવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है