મારું ગામ મારાં ન્યુઝ

કોઝવે પર પાણી ફરી વળતા કોઝવે ધોવાયો: વાહન ચાલકો ને અટવાવવાનો વારો; તંત્રનાં વાંકે રાહદરીઓ અને લોકો એ હાલાકી ભોગવવાનો વારો.!

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

  • ગારદા – મોટા જાંબુડા ગામ વચ્ચેનાં કોઝવે પર પાણી ફરી વળતા કોઝવે ધોવાયો: વાહન ચાલકો ને અટવાવવાનો વારો; તંત્રનાં વાંકે રાહદરીઓ અને લોકો એ હાલાકી ભોગવવાનો વારો.!
  • અનેક વિધ માંગણીઓ કરવાં છતાં તંત્ર કોઈ અનહોની ઘટે તેની રાહ જોઈ બેઠું છે કે શું?

ડેડીયાપાડા તાલુકામાં ગતરોજ વરસાદી માહોલ જામતાં સારો એવો વરસાદ નોંધાયો હતો. વળી જિલ્લામાં સિઝનનો સૌથી વધુ વરસાદ પણ ડેડિયાપાડામાં જ નોંધાયો હતો. ત્યારે ગારદા અને મોટા જાંબુડા ગામ વચ્ચેના કોઝવે પર પાણી ફરી વળતા રસ્તો અને કોઝવે સંપૂર્ણ ધોવાઈ ગયો હતો. જેના કારણે લોકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે અને જેના કારણે 8 થી 10 કિલોમીટર નો ફેરાવો કરીને પોતાના ઘર સુધી તાલુકા મથક સુધી પહોંચવાનો વારો આવ્યો છે જેથી લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે અને લોકો એ દુઃખ દૂર કરવાની માંગ કરી છે અને કોઝવેના બદલે બ્રીજ બનાવવાની માંગ કરી છે.

નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના ગાળદા – મોટા જાંબુડા ગામની વચ્ચે થી પસાર થતા કોઝવે ઉપરથી પાણી ફરી વળ્યુ હતું. જેના કારણે ગાળદા, ખામ, ભૂતબેડા, મંડાળા, મોટા જાંબુડા, તાબદા ગામના લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.

વરસાદની શરૂઆત થતાં ગાળદા અને મોટા જાંબુડાની વચ્ચે થી પસાર થતી મોહન નદીનો ચેક ડેમ પણ છલકાઈ ગયો હતો. આ ગામ વચ્ચે આવેલા કોઝવે પર પાણી ફરી વળતા લોકોને 8 થી 10 કિમી. વધુ ફરવાનો વારો આવ્યો છે. કોઝવે પાણીમાં ધોવાઈ જતા ફોર વ્હીલ વાહનો માટે રસ્તો પણ બંદ થઈ ગયો છે. જ્યારે બાઈક ચાલકો ને બાઈક દોરીને પસાર થવાનો વારો આવ્યો છે. આ કોઝવે પરથી નેત્રંગ, ઉમરપાડા, કેવડી, અંક્લેશ્વર જતા નોકરિયાતોને પણ અટવાવવાનો વારો આવ્યો છે.

આ બાબતે ગ્રામજનોએ જણાવ્યું હતું કે, અમે ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છીએ. અને અનેક વાહન ચાલકો ને અટવાવવાનો વારો આવ્યો છે, તેમજ 108 અને પ્રાથમિક સારવાર માટે લોકો એ વધુ ચક્કર લગાવવા પડે છે. અને અનેક પ્રિન્ટ મીડિયા તેમજ ઇલેક્ટ્રિક મીડિયા દ્વારા રજૂઆતો કરવા છતાં તંત્ર ઉંઘ માંથી જાગતું નથી….

આઝાદીના આટલા વર્ષો બાદ પણ હજુ અહી વિકાસ પોહચ્યો નથી. અહી નાં ગ્રામજનો વિકાસ ની રાહ જોઈ ને બેઠા છે. વિકાસ તું કયા છે???

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है