રાષ્ટ્રીયવિશેષ મુલાકાત

કેવડીયામાં જંગલસફારી પાર્ક અંગે પ્રસિધ્ધ થયેલા એ અખબારી અહેવાલ અંગે સરદાર પટેલ ઝુલોજીકલ પાર્કના નિયામકશ્રીની સ્પષ્ટતા:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

રાજપીપલા:- તા. ૯ મી નવેમ્બર, ૨૦૨૦ ના રોજ કેટલાંક વર્તમાનપત્રમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ઉંમરબાધ નહી જંગલ સફારીમાં બાળકોને “ નો એન્ટ્રી ” અંગે પ્રસિધ્ધ થયેલા એ અખબારી અહેવાલ અંગે કેવડીયાના સરદાર પટેલ ઝુલોજીકલ પાર્કના નિયામકશ્રી સ્પષ્ટતા કરતાં જણાવે છે કે, સદરહું અહેવાલ સત્યથી વેગળા છે જ્યારે ઉક્ત બાબતે સત્ય હકીકત નીચ મુજબ છે.

તદ્અનુસાર, કોવીડ-૧૯ ની ગાઇડ લાઇન મુજબ ૧૦ વર્ષથી નાના બાળકો તથા ૬૫ વર્ષથી વધુ ઉંમરના લોકોને સંક્રમણ થવાની સંભાવના વધુ હોવાથી એડવાઇઝરીના ભાગરૂપે ઘરની બહાર ન નિકળવા સુચન કરવામાં આવેલ છે. જંગલ સફારીમાં ઓન લાઇન ટિકીટ બુક કરાવીને આવતા તમામને પ્રવેશ આપવામાં આવે છે તથા કોવીડ-૧૯ ને ધ્યાને લેતા હાઇજીન, સેનીટાઇઝેશન તથા અન્ય કોવીડ-૧૯ પ્રોટોકોલનું પાલન પણ કરવામાં આવતું હોવાનું તેમણે વધુમાં ઉમેર્યું છે.

Related Articles

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है