મારું ગામ મારાં ન્યુઝ

આંગણવાડીમાં રમકડાં ખરીદી વિષે તલાટી કમમંત્રીને પુછતા માલેગામ ગૃપ ગ્રામપંચાયતના સરપંચની પત્રકાર સામે દાદાગીરી:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા 

આંગણવાડીમાં રમકડાં ખરીદી વિષે તલાટી કમમંત્રીને સવાલ  પુછતા માલેગામ ગૃપ ગ્રામ પંચાયતના સરપંચ તન્મય ઠાકરેની પત્રકાર સામે દાદાગીરી ની ઘટના સામે આવી:

ડાંગ: પ્રાપ્ત માહિતી મુજબ માલેગામ ગૃપ ગ્રામ પંચાયતના તલાટી કમમંત્રીને આંગણવાડી અને સ્કુલમાં રમકડાં ખરીદી કરેલ છે કે નહી તે અંગે  ટેલિફોનિક સંપર્ક કરી પૂછતાં તલાટી કમમંત્રીએ જવાબ આપેલો કે એવી કોઈ ખરીદી કરેલ નથી ત્યાર પછી ૬ લાખના રમકડાં આંગણવાડીમાં ખરીદી કરવા માટેની વહીવટી સામે આવતા તલાટી કમમંત્રીને આ બાબતે પુછતા તલાટી કમમંત્રીએ ગોળ ગોળ જવાબો આપવા લાગ્યા,  ત્યાર બાદ મહિલા સરપંચ તન્મય ઠાકરે ઉશકેરાયને પત્રકારને ધમકવા લાગ્યા કે સાબિત કરી બતાવો કે અમે ખોટા છીયે નહિતો અમે તમારા ઉપર એક મહિલા સરપંચ ને હેરાન કરવા બદલ કેસ કરી દઈશું…!  શું વાડે તો ચીભડા નથી ગળ્યા ને..? 

અગાઉ પણ તે મના પંચાયત પર તપાસ થયા બાદ હજુ સુધી તેનો રિપોર્ટ બહાર આવ્યો નથી કે પછી આવા ધીધો નથી.!  તે મહિલા સરપંચ પોતાના મહિલા હોવાનો ફાયદો ઉઠાવતા હોય તેવું સ્પસ્ટ  સામે આવી રહ્યું છે, અન્ય  ઓફિસોમા પણ મહિલા સરપંચ વગ બતાવી  પોતાનું કામ કઢાવી લેતા  હોય તેવું તો નહીંને ? જેમનો  પતિ જે પોતે  શિક્ષક છે અને હરવખત  જ્યારે પણ તન્મય ઠાકરેની સાથે તાલુકા પંચાયતની ઓફિસે જોવા મળતો હોય છે તો શું તેને પગાર પોતાની પત્ની તન્મય ઠાકરે ને લઈ ફરવાની મળે છે કે સ્કુલનું શેક્ષણિક  કામ કરવાની ? તે મોટો સવાલ છે?  આ તમામ ઘટના તાલુકા પંચાયતની ઓફિસ થી અજાણ નથી પોતે  વાય.પી.જોશી નાયબ જિલ્લા વિકાસ અધિકારી એ તાલુકા વિકાસ અધિકારી તરીકે ચાર્જ સભાળેલો છે અને માલેગામ પંચાયતના તપાસ પણ તેમના નેજા હેઠળ થઇ હતી એટ્લે તન્મય ઠાકરે મહિલા સરપંચ પત્રકારો પર દાદાગીરી કરતી વખતે  નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી માત્ર મુકદર્શક બની ને બેઠા છે શા માટે…?  શું  નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી શું  આ મહિલા સરપંચ તન્મય ઠાકરે સાથે  નથી સંકલનમાં ? કે માલેગામ ગૃપ ગ્રામ પંચાયતના કામો માટે કોઈ સવાલ જ ના પૂછી શકો ? શું ભારતનું  બંધારણ માલેગામ પંચાયતને નહીં લાગે ?  તાલુકા વિકાસ અધિકારી આહવા નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડાંગ નાઓ દ્વારા  માલેગામ પંચાયતના તપાસના રિપોર્ટ બહાર કેમ નથી લાવવામાં આવતાં તે શંકા ઉપજાવે તેમ છે…! જોવું રહ્યું આ બાબતે તંત્ર અને પંચાયત શું ઘટતું કરે છે..? 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है