
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જન વસાવા
દેડીયાપાડા કોંગ્રેસમાં પડ્યું મોટું ગાબડું અનેક કાર્યકરો આમ આદમી પાર્ટી માં જોડાયા :
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના દિવસોનું હવે કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. તેની સાથે જ રાજકીય ગતિવિધિ દિવસે- દિવસે વધી રહી છે. ત્યાં જ આમ આદમી પાર્ટીમાં કાર્યકરો જોડાઈ રહ્યા છે.
જેમાં નર્મદા જિલ્લાના દેડીયાપાડા મતવિસ્તારમાં કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયા જેવી ઘટના બની છે. ત્યારે દેડીયાપાડા નાં ઝરણાવાડીનાં સંત કબીર મંદિર ખાતે આપ ની બેઠક યોજાઇ હતી, જેમાં કોંગ્રેસના નર્મદા જિલ્લા લીગલસેલ પ્રમુખ હરિસિંહ વસાવા, તાબદા ગ્રુપ ગ્રામપંચાયત નાં સરપંચ મથુરભાઈ વસાવા, ઝરણાવાડી માજી સરપંચ શનાભાઈ વસાવા, માજી તાલુકા પંચાયત વિરોધપક્ષનાં નેતા બહાદુરભાઈ વસાવા સહિતના અનેક કોંગ્રેસનાં કાર્યકરો આમ આદમી પાર્ટીના ગુજરાત વાઇસ પ્રેસિડેન્ટ નિરંજનભાઈ વસાવા નાં હસ્તે ખેસ ધારણ કરી AAP માં જોડાયા છે.
આ પ્રસંગે આમ આદમી પાર્ટીનાં ગુજરાત વાઇસ પ્રેસિડન્ટ નિરંજનભાઈ વસાવા, જિલ્લા પ્રમુખ ધર્મેન્દ્રભાઈ ગોહિલ, જિલ્લા મહામંત્રી અર્જુન માછી, ડેડીયાપાડા તાલુકા પ્રમુખ રાજેન્દ્રભાઈ વસાવા સહિત અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.