
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ,નર્મદા સર્જનકુમાર
કનબુડી થી મોરઝડી ને જોડતાં રસ્તામાં ભ્રષ્ટાચાર થતો હોવાનો ગ્રામજનોએ કર્યો આક્ષેપ;
દેડીયાપાડા તાલુકાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તાર જ્યાં ડુંગરોમાં વસવાટ કરતા લોકો ને છેલ્લા ઘણા વર્ષોથી રસ્તાની અસુવિધા થી હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, હાલ કેટલાક સમય થી ગોકળગતિ એ ચાલતા રસ્તાના કામો સામે કેટલાક સવાલો ઉઠતા આખરે ગ્રામજનો લડી લેવાના મૂડમાં આવી ગયા છે ત્યારે ઘનપીપર, આંબાગામ, સુકવાલ અને મોરઝડી ને જોડતો રસ્તો એસ.ટી બસ પણ ન આવી શકે તેવો સાંકડો અને હલકી ગુણવત્તા વાળું મટીરીયલ વાપરી કોન્ટ્રાક્ટરે વેઠયાવાડ કરી હોવાની ફરિયાદ ગ્રામજનોએ કરી છે, અનેક વખત રજુઆત છતાં કોઈ જવાબ ન મળતા આખરે ગ્રામજનો લડી લેવાના મૂડમાં છે.
નબળી કામગીરીમાં જેટલી એજન્સી જવાબદાર છે એટલા અધિકારીઓ પણ જવાબદાર છે, અમને આ હલકી ગુણવત્તાની કામગીરીમાં એજન્સી અને અધિકારીઓની સાંઠ ગાંઠ જણાઈ આવે છે. એજન્સી અને અધિકારીઓ પોતાની વગનો ઉપયોગ કરી આ ભ્રષ્ટાચારને દાબી દેવાનો પ્રયાસ કરી રહ્યા છે.આ રોડ ના કામમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે એની ઉપલી કક્ષા એથી તપાસ થાય અને જવાબદાર અધિકારીઓ અને એજન્સી વિરુદ્ધ કડક પગલાં ભરાય એવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે.