દેશ-વિદેશ

PM ની અધ્યક્ષતામાં UPSC અને IARCSC વચ્ચે થયેલા સમજૂતીકરાર (MOU)ને મંજૂરી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, પ્રેસનોટ PIB

નવી દિલ્હી: દેશનાં પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીજીની અધ્યક્ષતામાં આજે યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં ભારતના સંઘ લોક સેવા આયોગ (UPSC= યુનિયન પબ્લિક સર્વિસ કમીશન) અને અફઘાનિસ્તાનના સ્વતંત્ર નાગરિક સુધારા અને નાગરિક સેવા પંચ (આઇએઆરસીએસસી) વચ્ચે થયેલા સમજૂતીકરાર (એમઓયુ)ને મંજૂરી આપવામાં આવી છે.

આ એમઓયુ આઇએઆરસીએસસી (iarcsc) અને યુપીએસસી (upsc) વચ્ચેના સંબંધોને ગાઢ બનાવશે. આ સમજૂતીકરાર ભરતીના ક્ષેત્રમાં બંને પક્ષોના અનુભવ અને કુશળતા વહેંચવાની સુવિધા આપશે.

એમઓયુ (mou)ની વિશિષ્ટ ખાસિયતો:

  1. લોક સેવા માટે પદોની ભરતી અને પસંદગી માટે, ખાસ કરીને યુપીએસસી અને આઇએઆરસીએસસીના આધુનિક અભિગમ પર અનુભવોનું આદાનપ્રદાન.
  2. માહિતી અને કુશળતાનું આદાનપ્રદાન, જેમાં પુસ્તકો, નિયમાવલી અને અન્ય દસ્તાવેજો સામેલ છે, જે ગોપનીય નથી.
  3. લેખિત પરીક્ષાઓની તૈયારીમાં અને કમ્પ્યુટર આધારિત ભરતીની પરીક્ષાઓ અને ઓનલાઇન પરીક્ષાઓ યોજવા માટે ઇન્ફોર્મેશન ટેકનોલોજી (આઇટી)ના ઉપયોગમાં કુશળતાની વહેંચણી.
  4. અરજીઓની ઝડપી ચકાસણી અને નિકાલ માટે સિંગલ વિન્ડો સિસ્ટમમાં અનુભવની વહેંચણી.
  5. પરીક્ષાની વ્યવસ્થામાં સંકળાયેલી વિવિધ પ્રક્રિયાઓ પર અનુભવો અને કુશળતાની વહેંચણી.
  6. અધિકારીઓ માટે તાલીમી સત્રોનું આયોજન, જેમાં પક્ષોના સંબંધિત આદેશ દ્વારા સંબંધિત તમામ બાબતો પર પક્ષોના સચિવાલય/હેડક્વાર્ટર્સ સાથે ટૂંકા જોડાણો સામેલ છે.
  7. પ્રાપ્ત અધિકાર અંતર્ગત વિવિધ પદો પર ભરતી કરવામાં જુદી જુદી સરકાર સંસ્થાઓ દ્વારા અનુસરવામાં આવતી પ્રક્રિયાઓ અને રીતો પર સ્વીકાર્ય પદ્ધતિઓના અનુભવની વહેંચણી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है