
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ , 24×7 વેબ પોર્ટલ:
નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત આજે ડાંગમા લેવાશે ‘સામુહિક પ્રતિજ્ઞા’
પ્રદીપ ગાંગુર્ડે, ડાંગ: ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા તા.૧૫મી ઓગષ્ટ-૨૦૨૦ના રોજથી દેશભરમાં “નશા મુક્ત ભારત અભિયાન”ની શરૂઆત થઇ હતી.
“નશા મુક્ત ભારત અભિયાન” શરૂ થયા પછીના ૭૯માં સ્વાતંત્ર્ય દિને તેનુ ૫મું વર્ષ પુર્ણ થઈ રહ્યું છે. ત્યારે આ વર્ષે “નશામુકત ભારત અભિયાન” અંતર્ગત દેશવ્યાપી ‘સામુહિક પ્રતિજ્ઞા’ તા.૧૩ મી ઓગષ્ટ, ૨૦૨૫ના રોજ લેવાઈ રહી છે.
જે અંતર્ગત ડાંગ જિલ્લાની શાળા, મહાશાળાઓ, સમુદાયો, સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ યુવાનો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા, અને નશાકારક દ્રવ્યના દુરૂપયોગથી થતી આડઅસરો વિશે બહોળી જાગૃતિ લાવવા વિવિધ પ્રવૃતિઓ હાથ પર ધરી, ડાંગ જિલ્લાને નશા મુક્ત કરવાના ઉદેશ્યને સિદ્ધ કરવા સહભાગી થવા, ડાંગ જિલ્લા વહીવટી તંત્રે સૌને અનુરોધ કર્યો છે.
આ માટે સાથે આપેલ QR CODE SCAN કરીને પણ જે તે સ્થળ ઉપર “નશા મુક્ત ભારત અભિયાન”ની પ્રતિજ્ઞા લઈ શકાય છે. તથા https://nmba.dosje.gov.in/content/take-a-pledge?type=e-pledge લિંકનો ઉપયોગ પણ કરી શકો છો.