શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત
વાંસદા ભાજપ સંગઠન દ્વારા વન ચેતના રાણીફળિયા ગામે બેઠકનું કરાર્યું આયોજન:
આયોજન કરવાનું મુખ્ય હેતુ આવનારી 177 વિધાનસભા બેઠકની ચૂંટણીમાં ભાજપના ધારાસભ્ય જંગી બહુમતી દ્વારા ચૂંટાઈ આવે તે જરૂરી હોય તે અંગે માર્ગદર્શન અને સમજ આપવામાં આવી,
તાલુકા પંચાયતનાં પ્રમુખ શાંતુંભાઈની અધ્યક્ષતામાં આજની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વિધાનસભાની આવનારી ચૂંટણીની સમીક્ષા બેઠકમાં કમલ સોલંકી, જિલ્લા મહામંત્રી ગણપતભાઈ માહલા, આદિવાસી મોરચાના મહેશભાઈ ગાંવિત, જિલ્લા મંત્રી કૌશિક પટેલ, વાંસદા પ્રભારી પ્રથમેશ ભાઈ, તાલુકા ભાજપ પ્રમુખ મુકેશ પટેલ, ઉપ પ્રમુખ દશરથભાઈ ભોયાં, મહામંત્રી રાકેશ શર્મા, મહામંત્રી સંજયભાઈ બીરારી, કારોબારી અધ્યક્ષ રસિકભાઈ ટાંક, પ્રદ્યુમન સિંહ સોલંકી, યુવામોર્ચાના કાર્યકરો, તથા ભાજપ કાર્યકરો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આગામી વિધાનસભા ને લઈ બેઠકમાં અનેક મુદ્દાઓ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. અંતે 39000 પેજ સમિતિ ની રચના વાંસદામાં થઈ હોવાનું જાણવા મળેલ છે, તથા તમામ શક્તિકેન્દ્રો, મોરચાઓ, કાર્યકરો હોદ્દેદારો અને સંગઠનનાં સભ્યો ને એક્ટિવ રહેવા અપીલ કરવામાં આવી હતી,
વધુમાં આજની સમીક્ષા બેઠકમાં પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ બાબતે જણાવાયું હતું કે આદિવાસી વિસ્તારમાં કોઈ ડેમ બનવાના નથી, અને કોંગ્રેસ ભોળી પ્રજાને છેતરી રહી છે, એટલે કે વિસ્થાપન નો કોઈ પ્રશ્ન જ નથી આમ વિવિધ પ્રશ્નો ને લઈ ચર્ચા કરી આજની બેઠક પૂર્ણ કરવામાં આવી હતી.
આખરમાં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્યને વાંસદા થી હાંકલ કરવા અને સૌ કાર્યકર્તા અને સરપંચોએ વાંસદા તાલુકા માં ભાજપ સંગઠનને મજબૂત કરવા ખાત્રી આપી હતી.