રાજનીતિ

ભાજપા સંગઠનની ચૂંટણી પ્રક્રિયા અચાનક સ્થગિત:

વોર્ડ અને તાલુકા (મંડલ) ભાજપના પ્રમુખોની પસંદગી પ્રક્રિયાને અચાનક જ બ્રેક મારી દેતા BJP વર્તુળોમાં ભારે ચર્ચા:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ 

ભાજપ સંગઠનની ચૂંટણી પ્રક્રિયા અચાનક સ્થગિત:
સમગ્ર ગુજરાતમાં ભાજપના મંડલ પ્રમુખોની પસંદગી માટે શનિ અને રવિવાર દરમિયાન ગુજરાતભરમાં ભાજપના ચૂંટણી અધિકારીઓ દ્વારા ફોર્મ ભરવા સહિતની પ્રક્રિયા કરવામાં આવ્યા બાદ ગઇકાલે સાંજે અચાનક જ ભાજપના દિલ્હી સ્થિત હાઇકમાન્ડની સુચનાથી ગુજરાતભરમાં વોર્ડ અને તાલુકા (મંડલ) ભાજપના પ્રમુખોની પસંદગી પ્રક્રિયાને અચાનક જ બ્રેક મારી દેવામાં આવતા ભારતીય જનતા પાર્ટીના વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.

ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠનમાં 41 જિલ્લા અને 580 મંડલ છે.

ભાજપના ટોચના સુત્રોના કહેવા મુજબ તાલુકા અને વોર્ડ ભાજપ પ્રમુખોની પસંદગી પ્રક્રિયામાં 40 વર્ષની વયમર્યાદા નકકી કરાઇ હતી. તેની સામે ભારે ઉહાપો થતા અને આ વયમર્યાદામાં મંડલ પ્રમુખ પદ માટે યોગ્ય ઉમેદવારો મળી શકે તેમ નહીં હોવાનો હાઇકમાન્ડ સુધી રિપોર્ટ પહોંચતા ગઇકાલે અચાનક સમગ્ર પ્રક્રિયાને બ્રેક મારી દેવામાં આવી હતી.

આ પૂર્વે ગત શનિવારે અને રવિવારે ગુજરાતભરમાં શહેર તથા જિલ્લા ભાજપ કાર્યાલયો ખાતે મંડલ પ્રમુખ પદના દાવેદારો માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા કરવામાં આવી હતી. જયારે આજથી બે દિવસ શહેર – જિલ્લા ભાજપ સંકલનની બેઠકો અને પ્રદેશ કક્ષાએથી નિમાયેલા ચૂંટણી અધિકારીઓ દ્વારા કાર્યકરોની સેન્સ લેવા સહિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર હતી. પરંતુ તે પૂર્વે દિલ્હીથી અચાનક જ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા સ્થગિત કરવાની સુચના આવતા સ્થાનિક આગેવાનો પણ આશ્ર્ચર્યમાં મુકાયા હતા.

રાજય સરકારે થોડા મહિલા પહેલા પોરબંદર અને મોરબી સહિતની નગરપાલીકાઓને મહાનગર પાલિકાનો દરજજો આપ્યો હતો. જેના કારણે ભાજપ સંગઠનમાં મંડલ અને જિલ્લા પ્રમુખોની સંખ્યા પણ વધે તેમ છે. ભાજપના વર્તમાન પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની મુદ્દત પુરી થઇ ગઇ હોવાથી આગામી જાન્યુઆરી માસમાં નવા પ્રદેશ પ્રમુખની નિમણુંક થાય તે પૂર્વે મંડલ અને જિલ્લા પ્રમુખોની નિમણુંકો માટે ભાજપ દ્વારા ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.

વયમર્યાદા વધારીને 60 વર્ષ કરવામાં આવે તેવી શકયતા , ભાજપમાં મંડલ પ્રમુખની ચૂંટણીની પ્રક્રિયાને અચાનક બ્રેક મારી દેવામાં આવતા ભાજપમાં તરેહ તરેહની ચર્ચાઓ થઇ રહી છે. તેમા સૌથી ચર્ચાસ્પદ મુદ્દો મંડલ પ્રમુખ માટે 40 વર્ષની વયમર્યાદા હોવાનુ માનવામાં આવે છે. 

વોર્ડ અને તાલુકા (મંડલ) ભાજપના પ્રમુખપદ માટે વયમર્યાદા 40 વર્ષ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખપદ માટે વયમર્યાદા 60 વર્ષ નકકી કરવામાં આવી હતી. આ ઉપરાંત સતત બે ટર્મ સુધી સક્રિય સભ્ય રહયા હોય તેમને જ પ્રમુખપદ માટે દાવેદાર ગણવાની માર્ગદર્શીકા પણ જાહેર કરવામાં આવી હતી. પરંતુ મંડલ પ્રમુખોમાં 40 વર્ષની વયમર્યાદાના કારણે ભાજપમાં અંદરખાને ભારે નારાજગી જોવા મળી હતી. આ ઉંમરે સામાન્ય રીતે કામધંધા સહિતની કારકીર્દી ઘડવામાં યુવાનો વ્યસ્ત હોય છે તેવામાં મફતનુ રાજકારણ કરવામાં યોગ્ય ઉમેદવારોએ રસ દાખવ્યો ન હોવાથી હાલની ચૂંટણી પ્રક્રિયા સ્થગિત કરવામાં આવ્યુ હોવાનું માનવામાં આવી રહયુ છે. જો કે પ્રદેશ ભાજપ દ્વારા કયા કારણોસર સંગઠનની ચૂંટણી પ્રક્રિયા સ્થગિત કરાઇ તે અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है