
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનિતા રજવાડી
ભરૂચ જિલ્લા ખાતે નવા મંજુર થયેલ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું ઇ–લોકાર્પણ:
ડિજિટલ ક્રાંતિના યુગમાં અગ્રેસર ગુજરાતમાં સાઇબર ક્રાઇમ રોકવા તથા ગુનેગારો વિરૂધ્ધ ઝડપી કાનૂની કાર્યવાહી કરવા સરકાર કટિબધ્ધ હોઇ જે સબબ આજ રોજ ગાંધીનગર ખાતેથી માનનીય ગૃહ રાજ્ય મંત્રીશ્રી ગુજરાત રાજ્ય શ્રી પ્રદિપસિંહ જાડેજા સાહેબ તથા અધિક મુખ્ય સચિવ (ગૃહ) શ્રી પંકજ કુમાર સાહેબ તથા પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુજરાત રાજય શ્રી આશિષ ભાટિયા સાહેબ તથા પોલીસ મહાનિદેશક ગુજરાત પોલીસ CID (ક્રાઇમ અને રેલ્વેઝ) શ્રી ટી.એસ.બીષ્ટ સાહેબ તથા અન્ય ઉચ્ચ અધિકારીશ્રીઓની હાજરીમાં રાજ્યમાં ૧૦ જીલ્લાઓમા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનુ ઇ – લોકાર્પણ કરવામાં આવેલ. જે અંતર્ગત આજ રોજ ભરૂચ જીલ્લા પોલીસ હેડકવાટર તાલીમ કેન્દ્ર ખાતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનુ પોલીસ મહાનિરિક્ષકશ્રી હરીકૃષ્ણ પટેલ વડોદરા રેન્જ, વડોદરા નાઓની સુચના આધારે ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા તથા જીલ્લાના અન્ય અધિકારી શ્રીઓની હાજરીમાં ભૌતિક રીતે લોકાર્પણ કરી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનુ ઉદઘાટન કરી કાર્યરત કરવામાં આવેલ છે.
હાલના ટેકનોલોજીકલ યુગમા સાયબર ક્રાઇમ સબંધી એ.ટી.એમ. ફ્રોડ, લોન-લોટરી ફ્રોડ, જોબ ફ્રોડ, શોપીંગ ફ્રોડ, આર્મીના નામે OLX/ફેસબુક એડ માંથી વસ્તુ ખરીદીને લગતા ફ્રોડ જેવા સાયબર ક્રાઇમના બનાવો વધુ પડતા બનવા પામેલ છે જેથી ભરૂચ જીલ્લાના તમામ નાગરીકોને સાયબર ક્રાઇમથી સુરક્ષિત રાખવા તથા બનેલ ગુનાને શોધી કાઢવા સારૂ ભરૂચ જીલ્લામાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક પોલીસ ઇન્સ્પેકટર શ્રી એમ.એમ.રાજ્યગુરૂ તથા પો.સ.ઇ. શ્રી કે.એચ.સુથાર તથા વાયરલેસ પો.સ.ઇ. એમ.વી.રાઠવા તથા અન્ય ૧૬ પોલીસ કર્મચારીઓની નિમંણુક કરવામાં આવેલ છે. આ પોલીસ સ્ટેશનમા તમામ સાયબર ક્રાઇમની અરજીઓ તથા સાયબર ક્રાઇમ હેઠળ બનતા ગુનાઓની તપાસો કરવાની તેમજ ભરૂચ જીલ્લામાં આવેલ તમામ પોલીસ સ્ટેશનોમાં પણ સાયબર ક્રાઇમને લગતી અરજીઓ તથા સાયબર ક્રાઇમ હેઠળ બનતા ગુનાઓની તપાસ કરવામાં આવશે અને તમામ પોલીસ સ્ટેશનોને સાયબર ક્રાઇમ સંબધી ટેકનીકલ મદદ કરવામાં આવશે. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનુ સરનામુ:- ગ્રાઉન્ડ ફ્લોર રૂમ નંબર ૧, ,૨ અને ૩ જીલ્લા તાલીમ કેંદ્ર, પોલીસ હેડ ક્વાર્ટર ભરૂચ ૩૯૨૦૦૧ મોબાઇલ નંબર ૯૯૭૮૪ ૧૦૩૭૭, ઇ-મેઇલ આઇ.ડી.- cybercrime-bha@gujarat.gov.in છે.
#ડિજિટલઇન્ડિયા #ગોગ્રીનઇન્ડિયા #પેપેરલેસઇન્ડિયા #Digitalindia #gogreenindia #paperlessindia #social media #online media #social media news #savetheplanet #web portal