
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
કોરોના સંકટ વચ્ચે માનવતાની મહેક! ધી પાવર ઓફ યુથ એન્ડ યુનિટી ગ્રુપ વતી ગરીબ અને વિધવા બહેનોને અનાજ ની કીટોનું કરાયું વિતરણ;
કોરાનાનાં કપરા સમયગાળા દરમિયાન ગ્રામ્ય વિસ્તારો માં આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. તેવામાં માંડણ થી એક યુનિટી ગ્રુપ લોકોની મદદે આવ્યું છે. અને ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારને મદદેને અર્થે હાલની વિપરીત પરીસ્થિતીમાં ટંકે ભોજનની વલખ માંરતા અતિ-ગરીબ અને વિધવા પરીવારોની વેદનાને સમજીને મદદરૂપ બનવાની ભાવના સાથે ધી પાવર ઓફ યુથ એન્ડ યુનિટી ગ્રૂપ દ્વારા માંડણ અને પાડા ગામમાં આજ રોજ ૫૦ જેટલા પરિવારોમાં અનાજની સંપૂર્ણ કિટ બનાવી વિતરણ કરાઈ હતી.
આ ઉત્તમ પૂર્ણ્યમય કાર્ય બદલ ગરીબ પરીવારીએ તેમજ વિધવા બહેનોએ સંગઠનનાં પ્રમુખ સુનિલભાઈ વસાવાનો તેમજ યુનિટી ગ્રુપનાં યુવાનોનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો સાથે ઘણી પ્રગતિ કરવાનો આશીર્વાદ આપ્યો હતો.