
શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલના એંધાણ!
દિલ્હી ખાતે BTPના સુપ્રીમો અને આદિવાસીઓના દિગ્ગજ નેતા ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે કરી મુલાકાત;
ગુજરાત રાજ્ય ની આગામી 2022 ની વિધાનસભાની ચૂંટણી ને લઈ અત્યારથી જ રાજકારણ ગરમાયુ છે. ભાજપ, કોંગ્રેસ, આપ અને હવે BTP પણ ચૂંટણીને લઈ રાજકીય ગતિવિધિઓમાં તેજ બની ગયું છે. હાલમાં જ પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામો બાદ AAP માં વધુ આત્મ વિશ્વાસ પુરાયો છે ત્યાં ગુજરાતની ચૂંટણીને લઇ આપ અને BTP વચ્ચેની બેઠક તથા ગઠબંધન તેમજ રાજકીય સમીકરણો તરફ ઈશારો કરી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગયા માસ દરમિયાન btp ના અધ્યક્ષ અને ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશભાઈ વસાવા એ દિલ્હી સ્કૂલો ની મુલાકાત લીધી હતી,
વર્ષ 2022 ની આવનારી ગુજરાત વિધાન સભાની ચૂંટણીને લઇને તમામ રાજકીય પાર્ટીઓ સક્રિય થઇ ગઈ છે. પંજાબમાં ઐતિહાસિક જીત બાદ હવે AAP ગુજરાતમાં જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે, ત્યારે આજરોજ આવનારી ચૂંટણી ને લઈને આમઆદમી પાર્ટી ના દિલ્લીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ની મુલાકાતે ઝઘડીયા બીટીપી ના MLA છોટુભાઈ વસાવા હવે BJP ને ચૂંટણીમાં હંફાવવા માટે AAP-BTP સાથે ગઠબંધન કરશે તેવી ચર્ચા ઉઠવા પામી છે.
BJP ની નીતિઓની હંમેશા વિરોધ કરતા ઝઘડિયાનાં ધારાસભ્ય આદિવાસી મસીહા છોટુભાઈ વસાવા પણ અગાઉનાં દિવસોમાં AAP સાથે ગઠબંન કરવાનાં સંકેતો આપ્યા હતા.