
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સુરત નલીનકુમાર
સુરત જિલ્લામાં તા.૨૮મી માર્ચ થી ૨જી એપ્રિલ દરમિયાન દાંડી-યાત્રા સુરત શહેર અને જિલ્લામાં પરિભ્રમણ કરશેઃ
તા.૨૮મી માર્ચે ઓલપાડના તાલુકાના ઉમરાછી ગામે ગ્રામજનો દાંડીયાત્રાનું ભવ્ય સ્વાગત કરાશેઃ
સુરત: આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત યોજાયેલી ઐતિહાસિક દાંડી-યાત્રા તા.૧૨ માર્ચના રોજ સાબરમતી આશ્રમથી શરૂ થઈ વિવિધ જિલ્લાઓમાં પરિભ્રમણ કરી તા.૨૮મી માર્ચેના રોજ સાંજે ૬.૦૦ વાગે ઓલપાડ તાલુકાના ઉમરાછી ગામે પ્રવેશ કરશે.
સુરત જિલ્લામાં તા.૨૮મી માર્ચથી તા.૨જી એપ્રિલ દરમિયાન દાંડી-યાત્રા સુરત શહેર તથા જિલ્લાના વિવિધ ગામો પરિભ્રમણ કરી નવસારી જવા રવાના થશે. તા.૨૮મી માર્ચેના રોજ સાંજે ૬.૦૦ વાગે ઉમરાછી ગામમાં દાંડી યાત્રાનું જિલ્લા વહીવટીતંત્ર, પદાધિકારીઓ તથા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે ત્યારબાદ સાંજે ૭:૦૦ થી ૮:૦૦ કલાક દરમિયાન ગામના રાજપૂત ફળિયુંના મેદાનમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે ઉમરાછી ગાંધી આશ્રમ ખાતે રાત્રી નિવાસ કરશે.
તા.૨૯મી માર્ચના રોજ સવારે ઉમરાછીથી નીકળી એરથાણ જશે. ૧૧.૦૦ વાગે એરથાણ ગામે ભવ્ય સ્વાગત કર્યા બાદ ભાટગામ ખાતે સ્વાગત કરાશે. ભાટગામ ખાતે સાંજે ૭.૦૦ વાગે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. દાંડી-યાત્રીઓ રાત્રી રોકાણ ભાટગામે કરશે.
તા.૩૦મી માર્ચના રોજ સવારે ૬.૧૫ વાગે ભાટગામથી નિકળી સાંધિયેર જવા રવાના થશે. બપોરે ૧૧.૦૦ કલાકે પ્રાથમિક શાળા સાંધિયેર ખાતે પદયાત્રીઓનું આગમન સ્વાગત કરાશે. સાંજે ૬.૦૦ કલાકે દેલાડ ગામે સ્વાગત, સાંસ્કૃતિક કાર્યક્રમ તથા રાત્રી રોકાણ સાયણ ગામે કરશે.
તા.૩૧ માર્ચના રોજ સાયણ હાઇસ્કુલ ખાતે પદયાત્રીઓ વિશ્વામ કરશે.
તા.૧લી એપ્રિલના રોજ સવારે સાયણથી નીકળી ૧૧.૦૦ વાગે છાપરાભાઠા પહોચશે જયાં નગરવાસીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરાશે. આ જ ગામે સાંજે ૭.૦૦ વાગે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ તથા રાત્રી રોકાણ કરશે.
તા.૨ એપ્રિલના રોજ વહેલી સવારે છાપરાભાઠાથી નીકળી ૧૧.૦૦ વાગે ડિંડોલી પ્રામથિક શાળા ક્રમાંક ૨૫૭ ખાતે ભવ્ય સ્વાગત કરાશે. યાત્રા ડિડોલીથી સાંજે ૪.૦૦ વાગે નીકળી ૬.૦૦ વાગે વાંઝ ગામે આવી પહોચશે જયાં ભવ્ય સ્વાગત કરાશે. રાત્રે ૭.૦૦ વાગે વાંઝ ગામે સાંસ્કૃતિક કાર્યક્રમ તથા ગાંધી આશ્રમ ખાતે દાંડીયાત્રીઓ રાત્રી નિવાસ કરશે. તા.૩જી એપ્રિલે સવારે દાંડીયાત્રા નવસારી જવા રવાના થશે.