
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
રાજપીપળા: કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસન સ્થળને વેગ આપવામાં તમામ પ્રકારની ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા કરવામાં આવી છે, બસની સુવિધા સાથે સી પ્લેનની સુવિધા ઉભી કરાઈ છે અને હવે ટ્રેન સેવા પણ શરૂ કરાશે. 691 કરોડના ખર્ચ 80 કિલોમીટરની રેલ્વે લાઈન અને રેલ્વે સ્ટેશન તૈયાર થશે, વડોદરાથી ડભોઈ 39 કિલોમીટરની લાઈન, તેમજ ડભોઈથી ચાંદોદ 18 કિલોમીટરનો ટ્રેક તૈયાર થઈ ગયો છે. ચાંદોદથી કેવડિયા 32 કિલો મીટરની રેલવે ટ્રેકનું કામ ચાલી રહ્યું છે અને કેવડિયા ખાતે અદ્યતન સુવિધા થી સજ્જ અને ઇકો ફ્રેન્ડલી,સોલાર સિસ્ટમથી સંચાલિત રેલ્વે સ્ટેશનની બિલ્ડીંગનું કામ પૂર્ણતાની આરે છે.
પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર મનોજ કંશલે અગાઉ કેવડિયાના અદ્યતન રેલ્વે સ્ટેશનની મુલાકાત લીધી હતી, દરમિયાન એમણે જણાવ્યું હતું કે સમગ્ર ભારતમાં ક્યાંય નહિં જોયું હોય તેવું કેવડિયાનું અદ્યતન સુવિધાથી સજ્જ ઈકો ફ્રેન્ડલી, વોટર હાર્વેસ્ટિંગ અને સોલાર સિસ્ટમથી સંચાલિત રેલવે ભવન કામ પૂર્ણતાના આરે છે, આગામી 2 માસમાં કામ પૂરું થશે. રેલ્વે સેવા શરૂ થશે એવુ ટવીટ કેન્દ્રીય રેલ મંત્રી પિયુષ ગોયલે કર્યું છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે આ ભવનનું ખાતમુહૂર્ત 6 જૂન 19 ના રોજ કરવામાં આવ્યું હતું.જેને 31 ડિસેમ્બર 2020 પહેલાં પૂર્ણ કરવા તંત્ર દ્વારા યુદ્ધનાં ધોરણે કવાયત ચાલી રહી છે, 20 કરોડના ખર્ચે ભારતનું એકદમ આધુનિક અને ઈકો ફ્રેન્ડલી રેલવે ભવન બનાવવામાં આવશે, સ્ટેશનની છત પરથી 200 કિલોવોટ સુધી વીજ ઉત્પાદન થવાનું સંભાવના છે. તેના માટે સોલાર પેનલો પણ ગોઠવવામાં આવશે. કેવડીયા ખાતે અદ્યતન સુવિધા થી સજ્જ રેલ્વે ભવન બનાવવાની કામગીરીનો પ્રારંભ કરી આગામી 2020 માં પૂર્ણ થશે, જે વિશાળ રેલ્વે ભવન, મોટું જકશન સાથે કર્મચારીઓનું સ્ટાફ ક્વાટર, રેલ્વે મેન્ટનસ વિભાગ સહિત વિભાગોના બિલ્ડિંગો બનાવવાની કામગીરી હાલ ચાલી રહી છે. હાલમાં રાત-દિવસ કામ ચાલી રહ્યું છે.