દક્ષિણ ગુજરાતવિશેષ મુલાકાત

તાપી જીલ્લાનાં હ્યુમન અલાયંસ ગ્રુપનું અવિરત ચાલતું સેવાયજ્ઞ:

રક્તદાનનું મહત્વ સમજાવીને લોકોને રક્તદાન કરવા પ્રેરિત કરીને ૩૦૦ થી વધારે લોકોને પ્રથમવાર રક્તદાન કરાવ્યું!

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી 

તાપી જીલ્લામાં  હ્યુમન અલાયંસ ગ્રુપનું અવિરત ચાલતું યુવાનોનું  સમાજ સેવાનું  “સેવાયજ્ઞ” 

વ્યારા: હ્યુમન અલાયંસ ગ્રુપ તાપી દ્વારા ૬ મહિનામાં ૭૦૦ થી વધારે રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરાવીને જરૂરીયાતમંદ દર્દીઓને રક્ત પહોંચાડવામાં આવ્યું છે. જેમાં રક્તદાનનું મહત્વ સમજાવી ને લોકોને  રક્તદાન કરવા પ્રેરિત કરીને આજ દિન સુધીમાં  ૩૦૦ થી વધારે લોકોને પ્રથમ વાર રક્તદાન કરાવ્યું છે. ગ્રુપ દ્વારા કોરોના મહામારીમાં લોહીની અછત ને ધ્યાનમાં રાખીને ૨૭ મે ૨૦૨૦ ના રોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૪૩ યુનિટ બ્લડ ભેગુ થયું હતું. ગ્રુપ દ્વારા ૩ વાર રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ગ્રુપના સભ્યો દ્વારા ૨૪ કલાક રક્ત માટે મદદ કરવામાં આવે છે.


ગ્રુપ દ્વારા નિયમિત રીતે લખાલી ગામ ખાતે આવેલ અનાથ આશ્રમ પર જઈને અનાથ બાળકો ને અલગ અલગ પ્રવૃતિઓ કરાવવા માં આવે છે. બાળકોને કપડા નાસ્તો અને જરૂરિયાત મુજબની સ્ટેશનરી વગેરેનું વિતરણ કરવામાં આવે છે. ગ્રુપના તમામ સભ્યોના જન્મ દિવસ ની ઉજવણી અનાથ બાળકો જોડે કરવામાં આવે છે. તેમજ દરેક અનાથ બાળકોના જન્મ દિવસની ઉજવણી પણ ગ્રુપ દ્વારા અનાથ આશ્રમ પર જઈને કરવામાં આવે છે.
હ્યુમન અલાયંસ ગ્રુપના મુખ્ય લીડર અંકિત ગામીત અને અન્ય લીડર તેમજ સ્વયં સેવકો દ્વારા ૧ જુલાઈ ના રોજ જનક હોસ્પિટલ વ્યારા ખાતે દર્દી અને દર્દીના સગાને તેમજ વ્યારા શહેરના ગરીબ પરિવારો ને મળી ને ૪૦૦ લોકોને ભોજન પીરસવામાં આવ્યું હતું. અને તાપી જિલ્લામાં પ્રથમ વાર રોટી બેંકની શરૂઆત હ્યુમન અલાયંસ ગ્રુપ તાપી દ્વારા કરવામાં આવી છે. ભૂખ્યા અને જરૂરિયાત મંદ ગરીબ લોકોને ભોજન મળી રહે એ હેતુથી હ્યુમન અલાયંસ ગ્રપ તાપી “રોટી બેંક” દ્વારા દર રવિવારે તાપી જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં ૫૦૦ લોકોને ગરમાગરમ ભોજન પીરસવામાં આવી રહ્યું છે.
હાલ માં હ્યુમન આલાયંસ ગ્રુપ તાપી દ્વારા “પસ્તી થી પાઠશાળા” અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત સોશીયલ મિડીયા ના માધ્યમ થી લોકો ને ઘરે ભેગા થતા ન્યુઝ પેપર જૂના પુસ્તકો વગેરે પસ્તી નું પસ્તી દાન કરવાની અપીલ કરવામાં આવી રહી છે. જેને ડોર ટુ ડોર જઈને એકઠી કરવામાં આવશે અને તેનું વેચાણ કરી તેના દ્વારા થતી આવકમાંથી ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને તેમની જરૂરિયાત મુજબ ના પુસ્તકો નોટબુક સ્ટેશનરી તેમજ કપડા અને ભોજન પૂરું પાડવામાં આવશે.

હ્યુમન અલાયંસ ગુપની HUMAN ALLIANCE TAPI યુટ્યુબ ચેનલ છે જે દ્વારા ગ્રુપની પ્રવુતિઓના વિડિયો જોઈ શકો છો.

જે કોઈને પણ ગ્રુપ દ્વારા ગરીબ અને જરૂરિયાત મંદ લોકોને મદદ કરવા માટે તેમજ રોટી બેંક માટે ભેટ,દાન આપવાની ઇચ્છા હોય અને બીજી કોઈ પણ પ્રકારની સેવા આપવાની કે અમારા ગ્રુપની સેવાનો લાભ લેવાની કે  મદદ કરવા ચાહો તો અમારો સંપર્ક: 9723610690 નંબર પર કોન્ટેક્ટ કરો.

Related Articles

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है