દેશ-વિદેશ

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની જાહેર થતાં, મુખ્યમંત્રીએ ખૂબ જ મહત્વનો નિર્ણય લીધો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વેબ ટીમ

ચૂંટણીની તારીખો જાહેર થઈ તેની થોડીક કલાકો પહેલાં તમિલનાડુના મુખ્યમંત્રીએ ખૂબ જ મહત્વનો નિર્ણય જાહેર કર્યો હતો. CM પલાનીસ્વામીએ ગોલ્ડલોન માફ કરી દીધી:

 દેશનાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. 27મી  માર્ચથી મતદાન શરૂ થશે જે વિવિધ તબક્કા અનુસાર 29મી એપ્રીલ સુધી ચાલશે. આ રાજ્યોમાં પશ્ચિમ બંગાળ 294 બેઠક, આસામ 126, કેરળ 140, તમિલનાડુ 234 અને પુડ્ડુચેરીમાં 30 બેઠકો પર મતદાન યોજાશે. જ્યારે પાંચેય રાજ્યોના પરીણામો બીજી મે-2021ના રોજ જાહેર કરવામાં આવશે.   

કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ઉમેદવારી પત્ર ઓનલાઇન ભરવાની પણ સુવિધા ઉભી કરવામાં આવી છે. સાથે જ મતદાનનો સમય પણ વધારવામાં આવશે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી તારીખો અનુસાર પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કામાં મતદાન થશે જે અગાઉ સાત તબક્કામાં યોજાયુ હતું.

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી કે તરત અનેક પાર્ટીઓ એક્શનમાં આવી ગઈ હતી; સાથે જ  તમિલનાડુના મુખ્યમંત્રી ઈ.પલાનીસ્વામીએ તારીખ ની જાહેરાતનાં  થોડાક કલાકો પહેલાં આ જાહેરાત કરી હતી. સરકારની જાહેરાત પ્રમાણે સહકારી બેંકો દ્વારા ખેડૂતો, ગરીબોને અપાયેલી છ કેટેગરીની ગોલ્ડલોન માફ કરી દેવાશે. એટલું જ નહીં, સહકારી બેંક અને ક્રેડિટ સોસાયટીઓમાંથી મહિલાઓએ ઉદ્યોગ માટે જે લોન લીધી હશે, તેને પણ માફી અપાશે. આ ગોલ્ડલોન અને મહિલાઓની ઉદ્યોગલોન માફ કરવા બાબતે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે કોરોનાના કારણે લોકોની આર્થિક સ્થિતિ ખૂબ જ કથળી ગઈ છે. લોકોએ લોકડાઉન દરમિયાન સોનાના ઘરેણાં બેંકોમાં મૂકીને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવી પડી હતી. એ વિકટ સ્થિતિમાંથી લોકો બહાર નીકળે તે માટે આ લોન માફી કરવામાં આવી છે.
આ પહેલાં તમિલનાડુના  મુખ્યમંત્રીએ ૧૬ લાખ જેટલાં ખેડૂતોનું ૧૨ હજાર કરોડ રૂપિયાનું દેવું પણ માફ કરી દેવાની જાહેરાત કરી હતી. લોકડાઉન દરમિયાન તેમણે સહકારી બેંકોને ગોલ્ડલોનની ટકાવારી ઘટાડવાનું સૂચન કર્યું હતું, તેના કારણે બેંકોએ ગોલ્ડલોન છ ટકાના વ્યાજે આપવાની જાહેરાત કરી હતી અને ત્રણ મહિનામાં એ રકમ પાછી આવી જાય તો વ્યાજ માફ કરવાની જોગવાઈનો પણ એમાં સમાવેશ થતો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है