
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ભરૂચ પ્રતિનિધિ
ભરૂચના જૈન એલર્ટ ગ્રુપે ટીએમસીના સાંસદે કરેલી ટીપ્પણી મુદ્દે આવેદનપત્ર પાઠવ્યું હતું;
સાંસદ જાહેરમાં માફી માંગી રાજીનામું આપે તેવી જૈન એલર્ટ ગ્રુપની માંગ;
પશ્ચિમ બંગાળના ટીએમસીના સાંસદ મહુવા મોઇત્રાએ સંસદમાં જૈન પરિવારનો દીકરો પરિવાર થી છુપાઈને કબાબ અને નોનવેજ ખાતા હોવાની વિવાદાસ્પદ ટીપ્પણી કરી હતી. જેના વિરોધમાં ભરૂચના જૈન એલર્ટ ગ્રુપે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું.
ટી.એમ.સી. સાંસદના આવા નિવેદનને વખોડી કાઢી જૈન સમાજની લાગણીઓ દુભાવી અપમાન કરનાર સાંસદ જાહેરમાં માફી માંગી રાજીનામું આપે તેવી માંગ ઉઠી છે.
ભરૂચના શક્તિનાથ ખાતેથી જૈન એલર્ટ ગ્રુપ રાજેશ શાહ, નરેશ શાહ, લોકેશ શાહ ભરૂચ અને જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, નગર પાલિકા પ્રમુખ અમિત ચાવડા, પ્રકાશ પટેલ, નિશાંત મોદી સહિતના આગેવાનો રેલી સ્વરૂપે ભરુચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક આવેદન પત્ર પાઠવવામા આવ્યું હતું.
તો આવીજ રીતે સમસ્ત જૈન સમાજ અંકલેશ્વર અને ભાજપ મીડિયા સેલ દ્વારા પશ્ચિમ બંગાળના ટી.એમ.સીના સાંસદે જૈન સમાજ પર અભદ્ર ટિપ્પણી કરવાના મુદ્દે મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું હતું
અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે સમસ્ત જૈન સમાજના આગેવાનો અને ભાજપ મીડિયા સેલના સભ્યો દ્વારા એક આવેદન પત્ર પાઠવવામા આવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર પશ્ચિમ બંગાળના ટી.એમ.સીના સાંસદ મહુઆ મોઈત્રાએ સંસદમાં જૈન સમાજના દીકરા-દીકરીઓ પરિવારથી છુપાઈને નોનવેજ નું સેવન કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. જેનાથી જૈન સમાજનું અપમાન થયું હોઈ અને લાગણીઓ દુભાઈ હોવાથી સાંસદ જૈન સમાજની જાહેરમાં માફી માંગે અને સાંસદ તરીકેનું રાજીનામું આપે તેવી માંગ કરાઈ છે.