શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24X7 વેબ પોર્ટલ
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ને ઑસ્ટ્રેલિયન પ્રધાનમંત્રી તરફથી લોકસભા ચુંટણી માં જીત બદલ અભિનંદન પાઠવવા માટે નો ફોન કર્યો હતો.
પ્રધાનમંત્રી મોદીએ પ્રધાનમંત્રી અલ્બાનીઝનો તેમની શુભેચ્છાઓ માટે આભાર માન્યો
નેતાઓએ સહિયારી પ્રાથમિકતાઓ પર સાથે મળીને કામ કરવાની તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી:
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી મહામહિમ એન્થોની અલ્બાનીઝ સાથે ફોન પર વાત કરી. પ્રધાનમંત્રી મોદીએ તેમની શુભેચ્છાઓ બદલ આભાર માન્યો હતો.
પ્રધાનમંત્રીએ 2023માં તેમની ઓસ્ટ્રેલિયાની મુલાકાત અને ગયા સપ્ટેમ્બરમાં દિલ્હીમાં G20 સમિટ દરમિયાન પ્રધાનમંત્રી અલ્બાનીઝ સાથેની તેમની મુલાકાતને ઉષ્માપૂર્વક યાદ કરી.
પ્રધાનમંત્રીએ વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં વહેંચાયેલી પ્રાથમિકતાઓ નિકટતા સાથે કામ કરવા માટે ઑસ્ટ્રેલિયન પ્રધાનમંત્રી સાથે મળીને કામ કરવાની તેમની મક્કમ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.