
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ભાજપના સંવેદના સપ્તાહની ઉજવણી સામે કોંગ્રેસનું સંવેદનહીન સરકાર ના નારા સાથે આરોગ્ય બચાવ અભિયાન; ગુજરાત સરકાર ના સુશાસન નાં પાંચ વર્ષ અંતર્ગત રાજ્યભર માં કાર્યક્રમ યોજાઈ રહ્યાં છે,
ડેડીયાપાડા તાલુકા ખાતે બનતું સી.એચ.સી. દવાખાનાનું બાંધકામ 6 વર્ષથી ચાલુ તો પણ હજુ પૂર્ણ થયું નથી; અને ક કામો પૂર્ણ થયા નથી તો ખોટા તાયફા કરવાં સામે કોંગ્રસના કાર્યકરોેએ ઉઠાવ્યો વાંધો;
ડેડીયાપાડા તાલુકા ખાતે કોંગ્રેસ દ્વારા સરકારની નીતિઓ સામે ધરણાં પ્રદર્શન યોજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું . હાલ ગુજરાત સરકાર દ્વારા સુશાસન નાં પાંચ વર્ષની ઊજવણી રૂપે વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે વિપક્ષ તરીકે કોંગ્રેસ પણ સરકારને વિવિધ મુદ્દે ઘેરવા કાર્યકમો આપી રહી છે.
ડેડીયાપાડા ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા પ્રદર્શન અને વિરોધ રેલી યોજી સરકારના સંવેદના સપ્તાહની ઊજવણી સામે સંવેદનહીન સરકાર ના નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા આરોગ્ય બચાવ કાર્યક્રમ અંતર્ગત તાલુકામાં આરોગ્ય ની અસુવિધાની રજુઆત રાજ્યપાલ ને ઉદેશી પાઠવામાં આવેલા આવેદનપત્રમાં જણાવી હતી. નાંદોદ ના ધારાસભ્ય અને કોંગ્રેસ ના વરિષ્ઠ નેતા પી.ડી વસાવા દ્વારા સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ભાજપ સરકાર ને પાંચ વર્ષની ઉજવણી કરવાનો અધિકાર જ નથી. આરોગ્ય ક્ષેત્રે કોરોનાની મહામારીમાં હોસ્પિટલમાં ઓક્સિજન ની ઘટ અને સરકારના અણઘટ વહીવટ અને સંવેદનહીન વહીવટ ને કારણે ઘણાં લોકો મૃત્યુ પામ્યા છે. ત્યારે આ વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં ડોક્ટરોની ઘટ જોવા મળે છે તેને સરકાર દ્વારા ભરવામાં આવે. ડોક્ટર ના અભાવે લોકો ને આરોગ્યની સેવા મળતી નથી. ડેડીયાપાડા CHC દવાખાનાનું બાંધકામ છ વર્ષથી ચાલી રહ્યું છે. પરંતુ હજુ પણ એ પૂર્ણ થતું નથી .પરિણામે લોકો ને હાડમારી વેઠવાનો વારો આવ્યો છે. જેથી તાલુકાની પ્રજા ને આરોગ્યની સુવિધાઓ તાત્કાલિક ઉભી કરવામાં આવે. તેમજ દેડીયાપાડા તાલુકાના PHC દવાખાનામા ડોક્ટર દુર-દુર થી આવતા હોય જેથી આ ડોક્ટર કાયમ PHC સેન્ટરમા હાજરી આપે તથા લોકોને દવાખામા સારી સગવળતા મળે તેવી વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. કોંગ્રેસના કાર્યકરોએ ડેડીયાપાડા કોંગ્રેસ કાર્યાલય ખાતે વિરોધ પ્રદર્શન કરી રેલી યોજી પ્રાંત અધિકારી ને આવેદન આપ્યું હતું. જેમાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.