
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બા નું શુક્રવારે વહેલી સવારે 100 વર્ષની વયે અવસાન થયું.
દુઃખદ ઘડીમાં મોદી પરિવાર ને પડખે ઉભા રહેવા વહેલી સવાર થી જ અનેક નેતાઓ હાજર..
હીરાબેનને બુધવારે સવારે કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે અમદાવાદની ‘યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર’માં દાખલ કરવામાં આવ્યા હતા. અને તેઓનાં બધાજ રિપોર્ટ નોર્મલ હતાં ના અહેવાલ પ્રસિદ્ધ થયાં હતાં,
આજે હોસ્પિટલે તેના બુલેટિનમાં જણાવ્યું હતું કે, “હીરાબેન મોદીનું 30 ડિસેમ્બર, 2022ના રોજ સવારે 3.30 વાગ્યે યુએન મહેતા હાર્ટ હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું હતું.
અમે આપને જણાવી દઈએ કે વડાપ્રધાન મોદી બુધવારે બપોરે દિલ્હીથી અમદાવાદ પહોંચ્યા હતા અને અહીં યુએન મહેતા હાર્ટ હોસ્પિટલ ખાતે વિતાવ્યા હતા.
વડાપ્રધાન મોદી માતાને મળી તેમની સાથે એક કલાકથી વધુ સમય હીરા બા સાથે હોસ્પિટલમાં વિતાવ્યો હતો. હીરાબેન ગાંધીનગર શહેર નજીકના રાયસણ ગામમાં વડાપ્રધાન મોદીના નાના ભાઈ પંકજ મોદી સાથે રહેતા હતા. હીરા બા એ તેમના અંતિમ શ્વાસ હોસ્પિટલમાં લીધો હતો.
વડાપ્રધાન મોદીજીએ ટ્વિટર એકાઉન્ટમાં ટ્વીટ કરીને લખ્યું; “એક ગૌરવપૂર્ણ સદી ભગવાનના ચરણોમાં ‘…
આ દુઃખદ ઘટનાની જાણકારી ખુદ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને આપી છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને હીરાબાના નિધનની જાણકારી આપી હતી. તેમણે લખ્યું – એક ગૌરવપૂર્ણ સદી ભગવાનના ચરણોમાં છે. માતામાં, મેં હંમેશા તે ત્રિમૂર્તિ અનુભવી છે, જેમાં એક તપસ્વીની યાત્રા, નિઃસ્વાર્થ કર્મયોગીનું પ્રતીક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવનનો સમાવેશ થાય છે.
હીરા બાનું નિધન: પીએમ મોદીએ ખુદ માતાને કાંધ આપી સ્મશાન જવા રવાના, ગાંધીનગર સેક્ટર-30માં થશે અંતિમ સંસ્કાર.