શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા દ્વારા બલ ગામે આકસ્મિક આગજની ઘટનાનો ભોગ બનનારા પરિવારો ની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું;
સરકાર દ્વારા અન્ય સહાય પણ મળે એવા પ્રયત્ન કરવા માટે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી એ સાંતવના આપી;
ડેડીયાપાડા તાલુકા ના અંતરીયાળ વિસ્તારમાં આવેલા બલ (મોસદા) ગામે ૩૧,ડિસેમ્બર,૨૦૨૨ ના રોજ આકસ્મિક રીતે આગ લાગવાથી ત્રણ ઘરો સળગી ગયા હતા, અને પરિવારો બેઘર બન્યા હતા, ત્યારે નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, સાથે જીલ્લા પંચાયત સિચાઈ સમીતી ચેરમેન સોમભાઈ વસાવા દ્વારા સ્થળ પર જઈ અસરગ્રસ્ત લોકોની મુલાકાત લઈ આશ્વાસન આપવામાં આવ્યું હતું, તેમજ યથાશકિત મુજબ મદદ કરી અન્ય સહાય પણ સરકાર દ્વારા મળે એવા પ્રયત્ન કરવા માટે સાંતવના આપી હતી.
આ મુલાકાત દરમિયાન તાલુકા પંચાયત સદસ્ય રમેશભાઈ વસાવા, નર્મદા જિલ્લા ભાજપ ના ઉપપ્રમુખશ્રી રણજીતભાઇ ટેલર, તાલુકા ભાજપના યુવા મોરચાના મહામંત્રી લાલસીગભાઈ, તાલાટી, સરપંચ તેમજ અન્ય વડીલો ઉપસ્થિત રહી સ્થળ નિરીક્ષણ કર્યું હતું.
રિપોર્ટર: સર્જન.વસાવા, નર્મદા